Western Times News

Gujarati News

વડોદરાના ૮ બુટલેગરો સામે ગુજીસીટોક હેઠળ ગુનો દાખલ

વડોદરા, વડોદરામાં દારૂના ધંધાને ખતમ કરવા માટે ઘનિષ્ઠ કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ગુજરાનમાં ચાલતી ગેરકાયદેસર દારૂની સિન્ડીકેટના ૧૩ સામે ગુજીસીટોક હેઠળ ગુનો નોંધી તેમની કમર તોડી નાખી હતી.

તે બાદ આજે વડોદરા શહેર પીસીબી શાખાએ લીસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી ગેંગના ૮ સાગરીતો વિરૂદ્ધ ગુજીસીટોક હેઠળ ગુનો દાખલ કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વડોદરા શહેરમાં મારા મારી અને દારૂના ગેરકાયેદસર ચાલતા ધંધામાં પોતાની ધાક જમાવવા લીસ્ટેડ બુટલેગર અલપેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી (સિંધી)એ પોતાની ગેંગ બનાવી થોડા સમય પહેલા ફતેગંજ બ્રિજ પર મારા મારી કરતા તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જોકે ગુનો નોંધતા અલ્પુ સિંધી પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઇ ગયો હતો.

એક બાદ એક અલ્પુ સિંધી સામે પ્રોહિબીશન સહિત ગંભીર ગુના નોંધાતા, તમામ ગુનાઓની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં આ ગેંગ બનાવી પોતાના સાગરીતો સાથે મળી જુદા જુદા રાજ્યોમાંથી લાવી હેરા ફેરી કરતો હોવાનું ખુલ્યું હતુ.જેથી આખરે પોલીસે લીસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી સહિત ૮ સામે ગુજરાત આતંકવાગી કૃત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ – ૨૦૧૫ હેઠળ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.