વેપારીને ગોંધી રાખવા બદલ બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો
રાજકોટ, શહેર ક્રાઈમ બ્રાંચના ભૂતપૂર્વ ઈન્સપેક્ટર વી.કે. ગઢવી અને ભૂતપૂર્વ પોલીસ સબ ઈન્સપેક્ટર યુ.બી. જાેગરાણા વિરુદ્ધ જમીન વિવાદમાં ઊંઝાના એક વેપારીને ગેરકાયદે રીતે ગોંધી રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઊંઝામાં રહેતા અને વેપારી મહેશ પટેલે માર્ચ મહિનામાં પોલીસને અરજી આપી હતી, પરંતુ ગુરુવારે રાત્રે ફરિયાદ નોંધવામાં આવી હતી. મહેશ પટેલો પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓએ રાય ગામમાં ૩૦ એકરનો પ્લોટ ખરીદવા માટે રાજેન્દ્ર જસાણી નામની વ્યક્તિ સાથે ડીલ કરી હતી.
જેના ઈન્સ્ટોલમેન્ટ પેટે રુપિયા પાંચ કરોડ રુપિયા ચૂકવ્યા હતા. આ પ્લોટની વર્તમાન અંદાજિત બજાર કિંમત આશરે રુપિયા ૧૦૦ કરોડ છે. રાજેન્દ્ર જસાણીએ મહેશ પટેલની તરફેણમાં વેચાણના દસ્તાવેજ પર નોટરાઈઝ્ડ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારે ફરિયાદી મહેશ પટેલ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, રાજેન્દ્ર જસાણી આ દસ્તાવેજ પરત મેળવવા માગતો હોવાથી ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.
એવો પણ આક્ષેપ કર્યો છે કે, પીએસઆઈ જાેગરાણા અને અન્ય કેટલાંક લોકો ગયા જાન્યુઆરી મહિનામાં ખાનગી કારમાં તેમની ઓફિસે આવ્યા હતા.
આ કાર પર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ પણ નહોતી. તેઓએ એગ્રીમેન્ટ રદ્દ કરવા માટે દબાણ કર્યું હતું. બાદમાં તેઓ કથિત રીતે તેમને ઊંઝા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ટોર્ચર કર્યો હતો. મહેશ પટેલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, કોઈ પણ જાતનું કારણ બતાવ્યા વગર તેમની અટકાયત કરવામાં આવી હતી.
બીજા દિવસે પોલીસકર્મીઓએ તેમને કથિત રીતે માર માર્યો હતો અને વી.કે. ગઢવીની ઓફિસે લઈ ગયા હતા. મહેશ પટેલે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વી.કે.ગઢવીએ તેમને પ્લાસ્ટિકની પાઈપથી માર માર્યો હતો. તેઓએ તેમને અપશબ્દો પણ કહ્યા હતા અને ઓરિજિનલ એગ્રીમેન્ટ પરત કરવા માટે દબાણ કર્યું હતું.
બીજા દિવસે ફરીથી તેમને ગઠવીની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફરીથી માર મારવામાં આવ્યો હતો અને એગ્રીમેન્ટ પરત કરવા માટે સંમત થયા બાદ છોડવામાં આવ્યા હતા.
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલવામાં આવેલા રુપિયામાં તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી ક્રાઈમ બ્રાંચ દ્વારા કમિશન માંગવાના આરોપસર ગઢવીને સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. જે બાદ બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS