Western Times News

Gujarati News

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ક્રાઈમ બ્રાંચના ચોપડે નોધાયો

પ્રતિકાત્મક

મિત્રતા કેળવીને તબીબ યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે રૂ.ર૮ લાખ પડાવ્યા

(એજન્સી)અમદાવાદ,  નારણપુરાની તબીબ યુવતીને વીમો ઉતારવાનો હોવાથી ઓનલાઈન સર્ચ કરતા ધર્મદીપ અનિરૂધ્ધ નરેલાના સંપર્કમાં આવી હતી. મીત્રતા બાદ યુવતીની ઠગાઈ તુટી હતી ત્યારે જ નરેલાએ પોતાના લગ્ન તુટયા હોવાનું જણાવી યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો.

ત્યારબાદ યુવતી પાસેથી ધંધો સેટ કરવા માટે ધર્મદીપે ર૮ લાખ પડાવ્યા હતા. અને લગ્ન કરવાનો ઈનકાર કરી દેતાં યુવતીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરીયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વિચીત્ર બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે નારણપુરામાં રહેતા મનીષા નામ બદલ્યું છે. મેડીકલ કોલેજમાં કામ કરે છે. તેને પોતાની પોલીસી લેવાની હોવાથી તે યોગ્ય પોલીસી માટે ઓનલાઈન સર્ચ કરતી હતી. ત્યારે જ તે ધર્મદીપ અનિરૂધ્ધ નરેલા રહે. સાનીધ્ય બંગ્લોઝ સાઉથ બોપલ ધુમાના સંપર્કમાં આવી હતી. પોલીસીના મુદે તેમની પાસે એક બીજાના નંબર આવતાં તેઓ વાતો કરરતા હતા અને મિત્રતા બંધાઈ હતી.

યુવતીના આક્ષેપ મુજબ તેની સગાઈ તુટી ગઈ હતી. ત્યારે જ નરેલાના લગ્ન પણ તૂટી ગયા હતા. જેથી તેઓ વધુ નજીક આવ્યા હતા. નરેલાએ લગ્નનો પ્રસ્તાવ મુકતાં મનીષાએ સ્વીકાર્યો હતો. જોકે લગ્ન પહેલા કામ ધંધો સેટ કરવા માટે નરેલાએ મનીષા પાસેથી થોડા રૂપિયા માંગ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.