મ્યુનિ. એસ્ટેટ વિભાગના અધિકારી સામે અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વધી રહયો હોવાના તથા કેટલાક અધિકારીઓ આવક વધુ સંપત્તિ ધરાવતા હોવાના આક્ષેપો સતત થતા રહયા છે તેમજ આવા કારણોસર જ અમુક અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ પણ થાય છે.
મ્યુનિ. એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારી સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ થઈ હતી જેની તપાસ દરમિયાન સાચી સાબિત થઈ છે તેથી એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એસ્ટેટ ટીડીઓ વિભાગમાં કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ મ્યુનિ. એસ્ટેટ ટીડીઓ વિભાગમાં ફરજ બજાવતા સુનીલભાઈ કુમુંદચંદ્ર રાણા નામના વોર્ડ ઈન્સ્પેકટર સામે અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ થઈ હતી જેને ધ્યાનમાં લઈ ૧ એપ્રિલ ર૦૧૦થી ૩૧ માર્ચ ર૦ર૦ના સમયગાળાની તપાસ કરવામાં આવી હતી
જેમાં આરોપીએ ગેરકાયદેસર રીતરસમો અજમાવી કે સત્તાનો દુરુપયોગ કરી રૂ.ર૭પ૧૮રર૩ એટલે કે આવક કરતા ૩૦૬.૧૧ ટકા વધુ અપ્રમાણસર મિલકત પોતાના તથા પોતાની પÂત્ન અને સંતાનોના નામે વસાવેલ હોવાનું પ્રથમ દ્રશ્નય રીતે જણાય છે જેથી તેમની વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો આવક કરતા વધુ સપત્તિ વસાવેલ હોવાનો કેસ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન ગુના ર.જી. નં.૦૧/ર૦ર૪ થી દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાનું સુપરવીઝન મદદનીશ નાયબ નિયામક કે.બી. ચુડાસમા અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.