Western Times News

Gujarati News

લાયસન્સ વિના વ્યાજ વસુલાત કરતા એક મહિલા સહિત ૭ ઈસમો સામે ગુનો નોંધ્યો

પોલીસે વ્યાજખોરો પાસેથી કાર,ડાયરી અને મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ)ભરૂચ, આર્થિક સંકડામણના કારણે લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતા લોકોને ડરાવી ધમકાવી હદ ઉપરાંતનુ વ્યાજ વસૂલતા આવા વ્યાજખોરો સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરી ચાર ગુનામાં સાત ઈસમો સામે ગુનો નોંધી પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી તેમની પાસેથી કાર અને ડાયરી કબ્જે કરી તપાસ હાથધરી છે. ભરૂચ શહેર જીલ્લામાં વ્યાજખોરો સામે જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ વિશેષ દ્વારા અભિયાન હાથધરી લોક દરબારના માધ્યમથી ભોગ બનેલ લોકોને આવા વ્યાજખોરો સામે ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.

જે બાદ મળેલ ફરિયાદોના આધારે જીલ્લામાં પોલીસ દ્વારા કોઈપણ લાયન્સ વિના ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરનારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથધરી છે.જેમાં ત્રણ ગુના ભરૂચ સી ડિવિઝન ખાતે તેમજ એક ગુનો અંક્લેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધી (૧) સતીષ ઉર્ફે સની દિનેશ ટેલર્સ રહે,આકાંક્ષા નગરી દહેજ બાયપાસ રોડ ભરૂચ (૨) રમેશ હરકિશન મોદી રહે,નારાયણ એસ્ટેટ શક્તિનાથ ભરૂચ (૩) સુરેશ ભીખા પરમાર રહે,રચના નગર રેસીડેન્સી ચાવજ ભરૂચ (૪) દિલીપ સોમચંદ્ર જાદવ રહે,રામેશ્વર પાર્ક ઝાડેશ્વર ભરૂચ (૫) દેવાંગ ઉર્ફે ચંદ્રકાંત મહેતા રહે,જ્યોતિ નગર – ૧ ભરૂચ (૬) સંદિપ ભરત કાયસ્થ રહે,શક્તિ નગર હાંસોટ રોડ અંકલેશ્વરની એક કાર અને ડાયરીઓ સહિત મોબાઈલ સાથે અટકાયત કરી હોવાનું જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે જણાવી આવા વ્યાજખોરોનો ભોગ બનેલ લોકોને ફરિયાદ માટે કોઈપણ ડર રાખ્યા વિના આગળ આવવા અપીલ કરી છે.

તો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના અન્ય બે આરોપીઓ મૂળ વડોદરા નો મોસમ શાહ અને ભરૂચના ધર્મનગર પરમ કોમ્પલેક્ષના રહેતા મયુર પટેલ ઘરપકડ થી દુર હોય તેઓને પણ ઝડપી પાડવાની કવાયત હાથધરી છે. ભરૂચ પોલીસની વ્યાજખોરો સામેની કડક કાર્યવાહીના પગલે ભરૂચમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા વગર લાઈસન્સે તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.