કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે કેસ નોંધવામાં આવ્યો
મુંબઈ, મૈસુરુ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સંબંધી મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાની મુશ્કેલી વધવાનો સંકેત છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટએ સોમવારે તેમની સામે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) ફાઇલ કર્યો છે.
મૈસુર સ્થિત લોકાયુક્ત પોલીસ દ્વારા ૨૭ સપ્ટેમ્બરે સિદ્ધારામૈયા, તેમની પત્ની બીએમ પાર્વતી, સાળા મલ્લિકાર્જુન સ્વામી અને દેવરાજુ સામે નોંધેલી એફઆઇઆરને પગલે ઇડીએ કાર્યવાહી હાથ ધરી હતી. કેસની વિગત અનુસાર દેવરાજુએ જમીન ખરીદીને સિદ્ધારામૈયાના પત્ની પાર્વતીને ગિફ્ટ કરી હતી.
ગયા સપ્તાહે બેંગલુરુની વિશેષ કોર્ટે કેસમાં સિદ્ધરમૈયા સામે લોકાયુક્ત પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. સિદ્ધારામૈયા પર મુડા દ્વારા પત્ની બી એમ પાર્વતીને ૧૪ સ્થળે જમીનની ફાળવણીમાં ગેરરિતીનો આરોપ છે. હાઇકોર્ટે રાજ્યપાલ થાવરચંદ ગહેલોત દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે MUDA તરફથી પત્નીને ૧૪ સ્થળે જમીનની ફાળવણીના આરોપોની તપાસ કરવા આપેલા આદેશને યથાવત્ રાખ્યો હતો. જેના એક દિવસ પછી વિશેષ કોર્ટે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.
ઇડીએ સિદ્ધરમૈયા ૧સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇડી લોકાયુક્ત પોલીસની એફઆઇઆરનો અભ્યાસ કરી રહી છે.
પ્રક્રિયા મુજબ ઇડીને કાર્યવાહીના ભાગરૂપે પૂછપરછ માટે આરોપીઓને બોલાવવાનો તેમજ તપાસ દરમિયાન સંપત્તિ જપ્ત કરવાનો પણ અધિકાર છે. સિદ્ધારામૈયાએ ગયા સપ્તાહે મુડા કેસમાં પોતાને ટાર્ગેટ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, “વિરોધ પક્ષ મારાથી ડરે છે. મારી સામે આવો પહેલો રાજકીય કેસ નોંધાયો છે.”SS1MS