સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો
વડોદરા જિલ્લાના ૧૦૬ સ્વસહાય જૂથોને રૂ.૧૬૫.૦૦ લાખનુ કેશ ક્રેડિટ વિતરણ કરવામાં આવ્યું
(માહિતી) વડોદરા, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાના સયુંક્ત ઉપક્રમે પંડિત દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી સખી મંડળની બહેનો માટે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે આ ‘કેશ ક્રેડિટ કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ડે-એન.આર.એલ.એમ યોજના અંતર્ગત વડોદરા શહેર જિલ્લાના ૧૦૬ જેટલા સ્વસહાય જૂથો માટે રૂ.૧૬૫.૦૦ લાખની રાશિ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી છે. આ ૧૦૬ સ્વસહાય જૂથોને રૂ.૧૬૫.૦૦ લાખની રકમનું આજે વિતરણ કરવામાં આવ્યુ હતુ. વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશની મહિલાઓની આર્થિક ભાગીદારી વધે તેવા ર્નિણયો લઈ રહી છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આર્ત્મનિભર બની સન્માનભેર જીવન જીવી રહી છે, ત્યારે તેઓ રાજ્યની વધુને વધુ મહિલાઓ સ્વસહાય જૂથોમાં જાેડાઈને આર્થિક રીતે પગભર બને તેમ જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી મીતા જાેષી દ્વારા સ્વસહાય જુથોને આર્થિક સહાયની સાથે કૌશલ્યવર્ધક તાલીમ તથા યોગ્ય માર્કેટ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.