સગીરોને વાહન આપતા પહેલા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદ, આપણી આસપાસ અનેક એવા માતાપિતા હશે કે જે પોતાના સગીર બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી દેતા હશે. તેમની પાસે લાઇસન્સ કે વાહન ચલાવવાની સમજ ન હોય તો પણ બાળકની મજા માટે વાહન આપી દેતા હોય છે.
ત્યારે આવા માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા અમદાવાદનાં ચંદ્રનગર BRTS કોરિડોરમાં મોપેડ પર જઈ રહેલા ૩ સગીરનો બસ સાથે અકસ્માત થયો હતો. જેમાં સારવાર દરમિયાન એક સગીરનું મોત થયુ છે.
જેથી પોલીસે સગીરને મોપેડ આપનારા સગીરના પિતા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. નોંધનીય છે કે, ૧૪ ફેબ્રુઆરીએ ચંદ્રનગર ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા તરફ જતા BRTS કોરિડોરમાં વધારે ઝડપે જતા ઈલેક્ટ્રિક મોપેડનો બસ સાથે અકસ્માત થયો હતો.
જેમાં મોપેડ પર સવાર ત્રણેય સગીરને ગંભીર ઈજા થઇ હતી. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, પાંચ દિવસની સારવાર બાદ ૧૪ વર્ષના કૌશિક સોલંકીનું મોત થયું હતું. આ અંગેની તપાસમાં સામે આવ્યું હતું કે, કૌશિકને મોપેડ તેના પિતા અંબાલાલ સોલંકી તથા માતા ગૌરીબેન સોલંકીએ આપ્ચું હતું.
જેથી પોલીસે સગીર દિકરાને વાહન ચલાવવા આપનારા માતા-પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ ૧૬ વર્ષની દીકરી ભૂમિને શાળામાં જવા માટે ટુ-વ્હીલર આપ્યું હતું.
ભૂમિએ સ્કૂલે જતી વખતે દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપ્યું હતું. સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે બંનેને ગંભીર ઈજા થઇ હતી. આ જાેતા આસપાસનાં લોકો પણ ભેગા થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ અકસ્માતમાં સગીરનું મોત થયું હતું અને સગીરા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી.SS1MS