હિંમતનગરમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના દાતા શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કડવા પાટીદાર સમાજના સાથ અને સહકારથી હિંમતનગરમાં આવેલ શ્રી ઉમિયા પરિવાર સંકુલમાં શ્રી ઉમિયા માતાજી ના મંદિર નુ નિર્માણ કરવામાં આવ્યું હતું આ નવનિર્મિત મંદિર નિર્માણમાં દાન આપનાર દાતા શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ તથા શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગનો અક્ષરદેહ સમા સ્મૃતિગ્રંથ વિમોચન કાર્યક્રમ હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર મહાવીર નગર હિંમતનગરમાં શ્રી ઉમિયા પરિવાર સંકુલમાં તા.૧૮-૩-૨૦૨૩ને શનિવારે સન્માન સમારોહ યોજાઈ ગયો.
શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના દાતા શ્રેષ્ઠીઓના સન્માન સમારોહ ના અધ્યક્ષ તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના ટ્રસ્ટી શ્રી સી.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ સન્માન સમારંભના અતિથિ વિશેષ તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ (નેતાજી) ? શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠ્ઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી ઉમિયા પરિવાર હિંમતનગરના પૂર્વ પ્રમુખ શ્રી ડો ચીમનભાઈ પટેલ શ્રી ગણપતભાઈ પટેલ શ્રી ડાહ્યાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કલેકટર શ્રી બી.એચ.ધોડાસરા તેમજ શ્રી ઉમિયા પરિવાર હિંમતનગરના પ્રમુખ શ્રી ગિરઘરભાઈ પટેલ મંત્રી શ્રી રામભાઇ પટેલ હિંમતનગર મંદિર સમિતિના કન્વીનર શ્રી ધીરુભાઈ પટેલ તેમજ શ્રી ઉમિયા પરિવાર હિંમતનગરના તમામ સભ્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમારોહમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ ના તમામ દાતા શ્રેષ્ઠીશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ અને આ સમારંભના અધ્યક્ષ શ્રી તથા સમારોહ ના અતિથિ વિશેષ મહાનુભાવો એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું તદઉપરાંત આ પ્રસંગે બાયડના શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના કારોબારી સભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ અને શ્રી ગણપતભાઈ પટેલે અમદાવાદ સોલા ખાતે નિર્માણ પામી રહેલ શ્રી ઉમિયા ધામ સંકુલમાં એક એક રૂમ દાતા તરીકે સાત સાત લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ સમારોહમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજના ભાઇઓ બહેનો યુવાનો વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ આ ભવ્ય સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો