Western Times News

Gujarati News

અમદાવાદના કુબેરનગરમાં રહેતો ચેઈન સ્નેચર ચોરી કરવા નડિયાદ જતો હતો

નડિયાદમાં ચેઈન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાનાએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી

જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગત તા.૧૭-૦૨- ૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફના હે.કો.મનુભાઇ, હિરેનકુમાર, નિલેશકુમાર, નિલેશભારથીનાઓ નડિયાદ પશ્ચિમ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.નિલેશકુમાર તથા નિલેશભારથી નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે,

નડિયદ પીપલગ ચોકડી તરફથી એક ઇસમ નંબર વગરનું કાળા કલરનું બજાજ પલ્સર મો.સા. લઇને નડિયાદ શહેરમં જનાર છે. જે બાતમી હકીકત વાળી જગ્યાએ છુટા છવાયા ઉભા હતા જે દરમ્યાન બાતમીવાળો ઇસમ આવતા તેને રોકવા જતા તે ઇસમ સદર મો.સા.ચાલક ને મો.સા.સાથે રોકી લીધેલ તેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ સોમપલસિંહ સ/ઓ નરાયણસિંહ રાજપુત હલ રહે.

મનં.૨૭ એફ વોર્ડ એ.પી.જી સ્કુલની પાછળ કુબેરનગર અમદાવાદ તા.જી.અમદાવાદ મુળ રહે. મ.નં.૩૭ હરવર પાલ નીઠાઉવા થાના પાલ નીઠાઉવા તા.જી.ડુંગરપુર રાજથાન નો હોવાનું જણાવેલ. સદરહું મોટર સાયકલ અંગે આર.ટી.ઓ.ને લગતા રજીસ્ટ્રેશન કાગળો તથા માલિકી બાબતે ના આધાર પુરાવા માંગતા સદરી ઇસમોએ પોતાની પાસે નહી હોવાનું જણાવી ગલ્લા-તલ્લા કરતા હોઇ અને કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હતા.

સદરહું ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી પિળા ધાતુની સોના જેવી ચેઇન મળી આવેલ જે અંગે પુછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી આશરે દસેક દિવસ પહેલા મારા મિત્ર પ્રભુલાલ ઉર્ફે પ્રકાશ ઉર્ફે રોશન જીવાજી મીણા રહે. ખેરવાડા (રાજસ્થાન) તથા તેની સાથે એક બીજો ઇસમ જેનું નામઠામ ખબર નથી. જેઓએ આ ચેઇન નડિયાદ શારદામંદિર સ્કુલ પાસેથી એક બહેનના ગળામાંથી ખેંચી ચોરી કરેલનું કહેલ તથા મો.સા રાજસ્થાન બિચ્છુવાડા ખાતેથી ચોરી લાવેલ તેમ જણાવેલ સદર ચેઇન બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.