વૉક કરવા ગયેલા વૃધ્ધાના ગળામાંથી ૭૦ હજારની ચેઈન લૂંટાઈ
(એજન્સી) અમદાવાદ, નારણપુરામાં વૉ કરવા ગયેલા વૃધ્ધાના ગળામાંથી એક શખ્સ રૂા.૭૦ હજારની કિંમતની સોનાની ચેઈન ખેંચીને નાસી ગયો હતો. નારણપુરામાં રહેતા સૂર્યાબેન શાહે પોલીસ સ્ટેશનમાં ચેઈનસ્નેચર સામે ફરીયાદ નોંધાવી છે કે સૂર્યાબેન સાંજના સમયે સેન્ટર ઝેવિયર્સ સ્કુલની બાજુમાં ચાલવા માટે ગયા હતા. સૂર્યાબેન બેંક ઓફ ઈન્ડીયા પલીયડનગર પાસેથી ચાલતા ચાલતા પસાર થતા હતા ત્યારે ગલીમાંથી બાઈક પર આવેલા બે શખ્સ પૈકી એક શખ્સેેે તેમના ગળામાંથી રૂા. ૭૦ હજારની અઢી તોલાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી.
સૂર્યાબેને બુમાબુમ કરી હતી. પરતુ જાે કે સુમસામ રસ્તા હોવાથી કોઈ રાહદારીએ ચેઈન સ્નેચર્સનો પીછો કર્યો નહોતો. સૂયાબેન નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચિંર્સ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી. સૂર્યાબેનની ફરીયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.