ટ્રેનના એસી કોચમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ યુવતીની છેડતી થઇ
વડોદરા, ટ્રેનના એસી કોચમાં રાત્રે ઊંઘી ગયેલી ચાર્ટડ એકાઉન્ટન્ટ યુવતીની ટ્રેનના કોચ અટેન્ડન્ટે છેડતી કરી હતી. સુરતમાં રહેતી ૨૫ વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો મંગેતર બંને હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવવા માટે નીકળ્યા હતા.
રાત્રી મુસાફરી હોવાથી અમે બંને ટ્રેનમાં ઊંઘી ગયા હતા દરમિયાન મોડી રાત્રે વડોદરા રેલ્વે સ્ટેશન આવતા પહેલા ટ્રેનના કોચ એટેન્ડન્ટે શરીર સાથે અડપલા કરી છેડતી કરતા હું ઊંઘમાંથી જાગી ગઇ હતી અને મારા મંગેતરને પણ જગાડ્યો હતો. આ વખતે કોચ અટેન્ડેન્ટે છેડતી કરવા બદલ અમારી માફી માગી હતી.
બાદમાં કોચ અટેન્ડન્ટે રાજકુમાર હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SS3SS