Western Times News

Gujarati News

જાવેદના પ્રેમમાં પાકિસ્તાન પહોંચી ચીનની યુવતી

ચેટિંગ, પ્રેમ અને સરહદ પાર

પોલીસે હાલ આ ચીની યુવતીને પૂરતી સુરક્ષા આપી છે અને તે કાયદેસર રીતે પાકિસ્તાન પહોંચી છે, ટૂંક સમયમાં તે હવે ચીન પરત ફરશે

નવી દિલ્હી, ભલે એકબીજાના દેશ વચ્ચેના સંબંધો ખરાબ હોય, પણ આજકાલ સરહદ પાર કરીને પ્રેમીને મળવા પહોંચવાા કિસ્સામાં વધારો થયો છે અને આવી લવ સ્ટોરીઓએ બંને દેશોના લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. પાકિસ્તાની સીમા હૈદર પોતાના પ્રેમમાં પામવા માટે ભારત આવી તો ભારતની અંજુ પાકિસ્તાની મિત્રને મળવા માટે ત્યાં પહોંચી છે. આ દરમિયાન પોલેન્ડની એક મહિલા ઝારખંડમાં રહેતા પ્રેમીને મળવા માટે પહોંચી હતી. ત્યારે આવો જ એક કિસ્સો ચીન અને પાકિસ્તાનનો પણ સામે આવ્યો છે. A Chinese girl reached Pakistan in love with Javed

ચીનમાં રહેતી એક યુવતી તેના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પહોંચી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા અને પ્રેમ થઈ ગયો હતો. પોલીસે પણ આ વાતની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું ક, એક મહિલા કે જેની ઓળખ ફેંગ તરીકે થઈ છે. જે ત્રણ મહિનાના વિઝા પર ગિલગિટના રસ્તે થઈને બુધવારે ઈસ્લામાબાદ પહોંચી હતી. ૨૧ વર્ષીય યુવતીને ૧૮ વર્ષીય દોસ્ત જાવેદ લેવા માટે પહોંચ્યો હતો. જે અફઘાનિસ્તાનની સીમા પાસે આવેલા એક જિલ્લામાં રહે છે.

અફઘાનિસ્તાનની સામા પાસે બાજૌર જિલ્લામાં સુરક્ષા સ્થિતિના કારણે જાવેદ મહિલાને પોતાના ગૃહનગરના બદલે નીચલે દીર જિલ્લામાં સમરબાગમાં પોતાના મામાના ઘરે લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ,છેલ્લાં ત્રણ વર્ષથી સ્નેપચેટ દ્વારા બંને સંપર્કમાં હતા. એ પછી બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જાવેદના પિતરાઈ ભાઈ ઈજ્જતુલ્લાએ જણાવ્યું કે, ચીની મહિલા ગાઓએ ઈસ્લામ ધર્મ પણ અંગીકાર કરી લીધો છે અને બુધવારે જાવેદ સાથે નિકાહ પણ કરી લીધા છે. હવે તેનું નવું નામ કિસ્વા છે. ઈજ્જતુલ્લાએ કહ્યું કે, ગાઓ ૨૦ જુલાઈના રોજ ઈસ્લામાબાદ પહોંચી હતી. જ્યાં જાવેદ તેને લેવા માટે પહોંચ્યો હતો.

ત્યાંથી તેઓ ૨૧ જુલાઈના રોજ નીચલે દિર જિલ્લામાં આવ્યા હતા અને સમરબાગમાં તેમના ઘરે રોકાયા છે. બુધવારે બંનેએ નિકાહ કર્યા અને પછી ઈસ્લામાબાદ માટે રવાના થયા હતા. જાે કે, સ્થાનિક પોલીસ અને જિલ્લા તંત્રએ મોહરમ અને સુરક્ષાના કારણોસર જાહેરમાં ન ફરવા માટે સૂચના આપી છે. ઈજ્જતલુલ્લાએ કહ્યું કે, જાવેદ બાજૌર ડિગ્રી કોલેજમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે અને ચીનમાં ગાઓ સાથે કોર્ટમાં મેરેજ કરશે. પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઈજ્જતુલ્લાએ આગળ જણાવ્યું કે, કેટલાંક દિવસો પછી તે ચીન પરત ફરશે અને જાવેદ પાકિસ્તાનમાં જ રહેશે.

પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે ચીન જશે અને ત્યાં લગભગ એક વર્ષ જેટલું રોકાશે. તો આ પહેલાં જિલ્લા પોલીસ ઓફિસર જિયાદ્દીને મીડિયાને જણાવ્યું કે, ચીની મહિલાને સમરબાગ વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. જાે કે, મહોરમ અને અન્ય વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને જાહેરમાં ન ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મહિલા કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે. તેના તમામ દસ્તાવેજાે યોગ્ય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.