મહિસાગરના જનોદમાં વાઘ દેખાયો હોવાનો દાવો
અમદાવાદ, મહિસાગર જિલ્લામાં એક વાઘ ભટકી રહ્યાના ચાર વર્ષ બાદ સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓએ ઘટના સ્થળથી ૭૪ કિમી દૂર વાઘ જાેયો છે. દાહોદથી ૧૫૦ કિમી દૂર આવેલા જનોદ ગામના સ્થાનિકો જાેર આપીને કહી રહ્યા છે કે તેઓએ એક પટ્ટાવાળુ જાનવર જાેયુ છે. તો વન વિભાગના અધિકારીઓનો દાવો છે કે તે દિપડો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
જ્યાં સુધી પ્રાણી પાંજરામાં ન પૂરાય ત્યાં સુધી સ્થાનિકોએ જૂથમાં જ બહાર નીકળવાનું નક્કી કર્યું છે. ગુજરાત એક માત્ર પશ્ચિમી રાજ્ય છે કે જ્યાં વાઘની હાજરી નથી.
એટલું જ નહીં ૨૦૨૧માં પણ સ્થાનિક લોકોએ એવું કહેતા હોબાળો મચાવ્યો હતો કે, તેઓએ એક વાઘ જાેયો છે, પરંતુ વન વિભાગે દાવો કર્યો હતો કે તે દિપડો છે. નાયબ વન સંરક્ષક એન.વી. ચૌધરીએ આ વખતે પણ જનોદ ગામના લોકોના દાવાને નકાર્યો હતો.
તેઓએ જણાવ્યું કે, અમે અમારી ટીમોને આ વિસ્તારમાં તૈનાત કરી છે અને પ્રાણીની શોધ કરી રહ્યા છે. અમને હજુ સુધી દિપડાની હાજરી સુનિશ્ચિ કરવા માટે કોઈ નિશાન, ફૂટ માર્ક, મળમૂત્ર કે કોઈ શિકાર મળ્યો નથી. વિભાગે પુરાવા એકત્ર કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી. ચૌધરીને ગામમાં નિયુક્ત કર્યા છે.
જાે કે, સ્થાનિક લોકો ભારપૂર્વક કહી રહ્યા છે કે તેઓએ વાઘ જાેયો છે. જનોદના રહેવાસી બાબર માચીએ ગયા શુક્રવારે ખેતરમાંથી પાછા ફરતી વખતે વાઘ જાેયો હોવાની જાણ કરી હતી. હું એક શિક્ષક છું અને મને વાઘ તથા દિપડા વચ્ચેનો તફાવત ખબર છે. તેના શરીર પર પટ્ટા હતા, ધબ્બાવાળુ પ્રાણી નહોતું.
સાંજના લગભગ ૬.૪૫ વાગ્યાનો સમય હતો અને મેં પ્રાણીને મહિ નદીના કોતરો તરફ જતા જાેયો હતો. તેને સ્પષ્ટ રીતે જાેવા માટે મેં ટોર્ચ પણ ચાલુ કરી હતી. હું વિશ્વાસની સાથે કહી શકું છું કે તે એક વાઘ હતો. ગામમાં નીલગાયઅને શાહુડીના મૃતદેહો જંગલી પ્રાણીની હાજરીની પુષ્ટિ કરે છે.
કોતરબોર ગામના લોકોએ પણ વાઘને જાેયો હોવાનો દાવો કર્યો છે. જનોદ ગામના ઉપ સરપંચ જયવીર સોલંકીએ જણાવ્યું કે, સ્થાનિક લોકોએ પગના નિશાન પણ જાેયા હોવાનો દાવો કર્યો છે. વન વિભાગે પંચાયતને જાણ કરી છે કે તે દિપડો હોઈ શકે છે, પરંતુ ગ્રામજનો કોઈ જાેખમ ઉઠાવવા માગતા નથી. જાે તેઓ બહાર નીકળવા માગતા હોય તો તેઓ જૂથમાં જ નીકળે છે.
વન વિભાગના અધિકારીઓએ દાવો ક્રયો છે કે તે લગભગ અશક્ય છે કે દાહોદથી ૧૫૦ કિમી દૂર જનોદમાં વાઘ આવે અને એ પણ બીજા કોઈએ જાેયો ન હોય. જાે કે, તેઓએ સ્વીકાર્યું કે ૨૦૧૯માં પણ વિભાગે મહિસાગરમાં વાઘની હાજરીનો ઈનકાર કર્યો હતો, પરંતુ પાછળથી તે ખોટો સાબિત થયો હતો.
પ્રાણી દેખાયાના પખવાડિયામાં તે ભૂખના કારણે મરી ગયુ હતુ. જાન્યુઆરી ૨૦૨૧માં જેઠોલા ગામના લોકોએ દાવો કર્યો હતો કે, તેઓએ વાઘને ગાય પર હુમલો કરતા જાેયો છે, પરંતુ પ્રાણીની હાજરીની પુષ્ટિ થઈ નહોતી. દરમિયાન રાજ્યના વન વિભાગ દ્વારા સાપુતારા નજીક સમઘાણ રેન્જમાં ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે.SS1MS