આઇ પી મિશન કબ્રસ્તાનથી રામ રહીમ ટેકરો સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન – અમદાવાદ શહેર
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હિ સેવા’ અભિયાન અંતર્ગત રિવરફ્રન્ટ પર આઇ પી મિશન કબ્રસ્તાનથી વઢીયારી વાસ (રામ રહીમ ટેકરો) સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દ્વારા ‘સ્વચ્છતા હિ સેવા’ અભિયાન અંતર્ગત બહેરામપુરા વોર્ડમાં લિગસી વેસ્ટ રિમૂવલ સાથે સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું રિવરફ્રન્ટ પર આઇ પી મિશન કબ્રસ્તાનથી વઢીયારી વાસ (રામ રહીમ ટેકરો) વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં સફાઈલક્ષી તમામ સામગ્રી બહેરામપુરા વોર્ડ દ્વારા તથા બોબકેટ જેસીબી સ્વિપર મશીન રેફ્યુસ વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક રહીશો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.