દાનહના દપાડા ગ્રામ પંચાયતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફાઈ અભિયાન યોજાયુ

(પ્રતિનિધિ)સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ દપાડા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, પંચાયત સભ્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.દપાડા ગ્રામ પંચાયતના દરેક ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું અને દરેક પરિવારો વચ્ચે જઈને સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન દપાડા પંચાયતના ૪ ગામો, દપાડા, વાસોણા, ચીંચપાડા અને પાટીના વિવિધ ફળિયાઓમાં સ્વચ્છતા કરવામાં આવી હતી. દરેક ગ્રામજનોને સૂકો અને ભીનો કચરો અલગ કરી એની અલગ- અલગ વ્યવસ્થા સાથે સ્વચ્છતાથી થતાં ફાયદાઓ અંગે જણાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.