અજય દેવગનની ‘દ્રશ્યમ ૩’ પર ખતરાના વાદળો છવાયા

મુંબઈ, સુપર સ્ટાર મોહનલાલે એપ્રિલ ૨૦૨૫ માં તેમની સુપરહિટ ક્રાઈમ સસ્પેન્સ થ્રિલર ‘દ્રશ્યમ‘ ળેન્ચાઇઝી એટલે કે ‘દ્રશ્યમ ૩’ ના ત્રીજા ભાગની જાહેરાત કરી, ત્યારે તે અજય દેવગન માટે એક મોટો ફટકો માનવામાં આવ્યો.
આનું કારણ એ છે કે મોહનલાલે તેમની મૂળ ‘દ્રશ્યમ ૩’ હિન્દી સહિત સમગ્ર ભારતમાં મલયાલમમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું. તે જ સમયે, અજય દેવગણે ૨૦૨૨ માં ‘દ્રશ્યમ ૨’ ની રિલીઝ સાથે ‘દ્રશ્યમ ૩’ ની પણ જાહેરાત કરી હતી.
આવી સ્થિતિમાં, અજય દેવગન માટે તણાવનો વિષય હતો કારણ કે જ્યારે મૂળ ‘દ્રશ્યમ ૩’ હિન્દીમાં રિલીઝ થશે, ત્યારે બીજી ‘દ્રશ્યમ ૩’ હિન્દીમાં કોણ જોશે? આ કારણે, અજય દેવગનની ‘દ્રશ્યમ ૩’ પર ખતરાના વાદળો છવાયા. પરંતુ હવે અજય દેવગનની ‘દ્રશ્યમ ૩’ પણ કન્ફર્મ થઈ ગઈ છે, અને તે તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.એક અહેવાલ મુજબ, પેનોરમા સ્ટુડિયોઝ ઇન્ટરનેશનલ લિમિટેડે ‘દ્રશ્યમ ૩’ માટે ડિજિટલ ૧૮ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે.
૨૯ મે, ૨૦૨૫ ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સેબીના લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સના નિયમન ૩૦ હેઠળ ફાઇલ કરાયેલી ઔપચારિક જાહેરાતમાં, પેનોરમા સ્ટુડિયોઝે પુષ્ટિ આપી હતી કે ફિલ્મ ‘દ્રશ્યમ ૩’નું નિર્માણ ચાલી રહ્યું છે.
આ ફિલ્મમાં, અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હશે અને વિજય સાલગાંવકરના પાત્રમાં પરત ફરશે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવશે. તેમણે ‘દ્રશ્યમ ૨’નું પણ દિગ્દર્શન કર્યું હતું જે ૨૦૨૨ માં આવ્યું હતું.
પરંતુ અહીં એક મોટો ટિ્વસ્ટ છે, અને તે છે મોહનલાલની ‘દ્રશ્યમ ૩’નો ટિ્વસ્ટ. વાસ્તવમાં, એપ્રિલમાં, અહેવાલ આવ્યા હતા કે મોહનલાલ તેમની ‘દ્રશ્યમ ૩’ મલયાલમ અને હિન્દીમાં એકસાથે રિલીઝ કરશે, અને બંનેની વાર્તા પણ અલગ હશે.
‘દ્રશ્યમ ૩’ ના મલયાલમ વર્ઝનની વાર્તા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હિન્દી વર્ઝનની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં, અજય દેવગન સામે સૌથી મોટો પડકાર એ હશે કે તેઓ તેમની ‘દ્રશ્યમ ૩’ માં કઈ અલગ વાર્તા લાવશે.
એ વાત જાણીતી છે કે મોહનલાલની ‘દ્રશ્યમ‘ ફ્રેન્ચાઇઝીની જેમ, અજય દેવગનની ‘દ્રશ્યમ‘ અને ‘દ્રશ્યમ ૨’ સુપરહિટ રહી હતી. તેમની બંને ફિલ્મો મોહનલાલની ક્રાઈમ સસ્પેન્સ થ્રિલરની હિન્દી રિમેક હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ‘દ્રશ્યમ ૩’ પણ રિલીઝ પર હલચલ મચાવશે.SS1MS