Western Times News

Gujarati News

અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટના કુલચામાંથી નીકળ્યો વંદો

અમદાવાદ, શહેરમાં ફરી એકવાર ખાવાની વસ્તુમાંથી વંદો નીકળ્યો છે. સિંધુભવન રોડ પર આવેલી જીમ્ઇ ગ્વાલિયામાંથી વંદો નીકળ્યો હતો. વેજીટેબલ કુલચામાંથી વંદો નીકળ્યો હતો. વંદો નીકળતા ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. પિઝા અને સેન્ડવીચ બાદ હવે કુલચામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે.

મળતી જાણકારી અનુસાર, ઓસ્ટ્રેલિયાથી એક પરિવાર અમદાવાદ આવ્યો હતો, જે જમવા માટે સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં તેમણે વેજિટેબલ કુલચાનો ઓર્ડર કર્યો હતો. દીકરી કુલચા આરોગી રહી હતી ત્યારે તેમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે, થોડા સમય અગાઉ આવી જ એક ઘટના ભરૂચથી સામે આવી હતી.

જ્યાં સેન્ડવીચમાંથી મકોડા નીકળ્યા હતા. અંકલેશ્વરની ડિસેન્ટ હોટલમાં સેન્ડવીચમાંથી મકોડા નીકળ્યા હતા. ગ્રાહકે સેન્ડવીચનો સ્વાદ લેતા પ્રથમ કોળિયા બાદ મકોડા દેખાયા હતા. સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહક રોષે ભરાયો હતો. સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકે રૂપિયા ૨૪૦ ચૂકવી બિલ મેળવી આક્રોશ ઠાલવ્યો હતો.

આ મામલે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને વોટસઅપ મારફતે ફરિયાદ કરવા સાથે લેખિત રજૂઆત કરાઇ હતી. અગાઉ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

અમદાવાદની જ જાણીતી રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો.

આ વીડિયો સામે આવતાની સાથે લોકોમાં ઘણો જ રોષ જોવા મળ્યો હતો. આ બ્રિટિશ પિઝા નામની રેસ્ટોરન્ટ વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પાસે આવેલી છે. બ્રિટિશ પિઝાના વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ હતુ કે, એક વ્યક્તિએ અનલિમીટેડ પિઝા પહેલા ત્યાં રાખેલું સલાડ ખાવાનું શરૂ કર્યુ હતુ. તેમણે એક પ્લેટમાં સલાડ લીધું જેમાં સફેદ રંગની નાની ઇયળ ફરતી દેખાઇ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.