ભરૂચની હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યો વંદો

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં મોટા રેસ્ટોરન્ટ નયનરમ્ય સાથે સાંજ શણગાર કરવામાં આવતો હોય છે અને લોકો પણ હોશે હોશે રેસ્ટોરન્ટમાં વાનગીઓની મજા માણતા હોય છે.પરંતુ આવી જ એક શ્રવણ ચોકડી નજીકની હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપ માંથી વંદો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો અને રેસ્ટોરન્ટ સંચાલકોએ રેસ્ટોરન્ટ મૂકીને ભાગવું પડ્યું હોવાની ચોકાવનારી ઘટના સામે આવી હતી.
ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં કેટલાક મિત્રો પીઝા અને સુપની મજા માણવા આવ્યા હતા અને મિત્રોએ પીઝા અને સૂપનો ઓર્ડર આપ્યો હતો જેમાં સૌપ્રથમ સૂપ આવ્યું હતું અને સુપની કટોરીમાં એક મિત્ર ચમચીથી હલાવી સુપને ઠંડું કરી રહ્યો હતો અને ચમચી મોઢામાં જાય તે પહેલાં જ તેની નજર ચમચીમાં રહેલા સૂપ ઉપર પડતા તેમાં વંદો (કોક્રોચ)હોવાનો ચોકાવનારો વિસ્ફોટ થયો હતો અને તેઓએ અન્ય મિત્રોને આ બાબતે જાણ કરતા પીઝાની મજા અને સૂપની મજા માણવા આવેલા યુવકો લાલઘુમ બન્યા હતા.
શ્રવણ ચોકડી નજીક આવેલ હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાં વંદો નીકળ્યો હોવાની જાણ રેસ્ટોરન્ટના મેનેજરને કરવામાં આવી હતી અને તેઓએ માફી પણ માંગી હતી.આ બાબતે રેસ્ટોરન્ટ સંચાલકની પણ રજૂઆત કરતા બંને જણા રેસ્ટોરન્ટ છોડીને ભાગી ગયા હતા.જેના પગલે રેસ્ટોરન્ટમાં સુપ અને પીઝાની મજા માણવા આવેલા યુવકો રોસે ભરાયા હતા અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવાના પ્રયાસ કરવા સાથે મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી.
હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપ માંથી નીકળ્યો વંદો હોવાના અહેવાલો બાદ મીડિયાએ પણ રેસ્ટોરન્ટમાં રહેલા રસોડાની મુલાકાત કરી હતી.તો રસોડામાં પણ ગંદકીના સામ્રાજ્ય સાથે ફ્રીજની અંદર વંદા (કોક્રોચ)ના સામ્રાજ્ય જાેવા મળ્યા હતા અને રસોડામાં પણ આગની ઘટના ઘટે તો આગ ઉપર કાબુ મેળવવા માટે પણ ફાયર સેફટીના સાધનો શુદ્ધા જાેવા મળ્યા ન હતા ત્યારે ફાયર સેફટીના સાધનો વિના રેસ્ટોરન્ટ ચલાવવાનું લાઇસન્સ પણ કેવી રીતે અપાયું હશે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બની ગયો છે.