ક્લાસ-૨ના 19 કર્મીઓને હંગામી ધોરણે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણુંક
મોડાસા-બાયડના વિવાદિત TDO સહીત 164ની સામુહિક બદલી
(પ્રતિનિધિ)બાયડ, રાજ્યમાં ફરજ બજાવતા ૧૬૪ તાલુકા વિકાસ અધિકારીની સામુહિક બદલી સરકારના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવતા કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે કેટલાક તાલુકા વિકાસ અધિકારીઓ સામુહિક બદલીને દિવાળી ગિફ્ટ માની રહ્યા છે ક્લાસ-૨ના ૧૯ કર્મીઓને હંગામી ધોરણે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવતા દશેરાના દિવસે દિવાળી જેવો માહોલ સર્જાયો છે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી વિભાગમાં અધિકારીઓની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાગમેટે ૧૬૪ તાલુકા વિકાસ અધિકારીની બદલીનો ગંજીપ ચીપ્યો છે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૬ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં બાયડ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.ટી.પાયઘોડે સામે વિકાસની ગ્રાન્ટ માંથી અનેક કૌભાંડ આચરવામાં આવ્યા
હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રી કાર્યાલય સુધી અરજી કરી હતી તેમની બદલી આણંદ જીલ્લાના આંકલાવ તાલુકા ખાતે તેમજ મોડાસા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ગૌરવ મગનભાઈ પટેલ મોડાસા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ હોવા છતાં તેમની હાજરીમાં મહિલા પ્રમુખ પતિ મિત પટેલ પ્રમુખ ચેમ્બરમાં પ્રમુખની ખુરશી પર અડિંગો જમાવી વહીવટ કરવાની સાથે ટીડીઓ સાથે સરકારી કાર્યક્રમોમાં પ્રમુખ તરીકે હાજર રહતો હોવાથી
સમગ્ર મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો તાલુકાના સ્વચ્છ વહીવટ કરતા અધિકારી ગૌરવ પટેલે તાલુકા મહિલા પ્રમુખ મિત પટેલ સાથે ભાઈબંધી નિભાવી નતમસ્તક થતા કચ્છ જીલ્લાના મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે
ભિલોડા તાલુકા વિકાસ અધિકારી એ.જી.પટેલની બદલી બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી તરીકે,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રયોજના અધિકારી (વહીવટ) તરીકે ફરજ બજાવતા પાયલબેન ભરતભાઈ ચૌધરીની કચ્છ જીલ્લાના અંજાર તાલુકા વિકાસ અધિકારી તરીકે, જીલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જમીન-દબાણ) તરીકે ફરજ બજાવતા
કુ.વીણા બેન પીરાભાઈ આલની ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી તરીકે, મેઘરજ ટીડીઓ ગોવિંદભાઇ બળદેવભાઈ ચૌધરીને સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ ટીડીઓ તરીકે માલપુર ટીડીઓ મુકેશ પ્રતાપચંદ્ર ત્રીવેદીને પાટણ જીલ્લાના સરસ્વતી ટીડીઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે.