સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની રંગારંગ ઉજવણી
પ્રતિનિધિ.મોડાસા. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત શામળાજી મહોત્સવ ૨૦૨૩ ની ઉજવણી થઈ.
પ્રથમ દિવસે શામળાજી મહોત્સવ ૨૦૨૩નો પ્રારંભ સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ,ભિલોડા ધારાસભ્ય પી.સી બરંડા અને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર નરેન્દ્રકુમાર મીણા દ્વારા કરવામાં આવ્યો હતો.
શામળાજી મહોત્સવમા પ્રથમ દિવસે કૃષ્ણ લીલા કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, અંતિમ દિવસે અનેક પ્રકારના કથક નૃત્ય,સાંસ્કૃતિક કાર્યક્રમ, ભક્તિ ગીતો રાસ ગરબા અને અંતિમ દિવસે પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક અરવિંદ વેગડાએ ગીતોની ધૂમ મચાવી હતી. અને સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું, અને ભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું. શામળાજી મહોત્સવ ૨૦૨૩ માં કલા,સંસ્કૃતિ અને ભક્તિ નો સંગમ જાેવા મળ્યો હતો. અનેક કલાકારો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, અને શામળાજી પરિસરમાં ભક્તિમય માહોલ બન્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી.