ગેરકાયદે રેતીની ચોરી કરવા મુદ્દે તલાટી સામે ફરિયાદ નોંધાતા ચકચાર.!!
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લામાં તલાટીનો પ્રમુખ હોવાનો રોફ જમાવી ગોમા નદીમાંથી ગેરકાયદે રેતીની ચોરી કરવા મુદ્દે બોલાચાલી અને મારામારી થતા આ બનાવ અંગે તલાટી શીશુનાથ ઠાકોર સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
જાેકે મારામારી થયા બાદ બનાવની જાણ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ ને કરવામાં આવતા ટ્રેકટર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
વેજલપુર પોલીસ મથકે ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણ ઉ.વ.૫૦ ધંધો ઃખાનગી નોકરી રહે.સુરેલી સિમળા વાળુ ફળીયું તા.કાલોલ નાઓએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં હું ગોમા નદીમાં આટો મારવા ગયેલો તે વખતે ચેતનાબેન શિશુનાથ ઠાકોર રહે,
સુરેલી નાઓનું ટ્રેકટર જેનો રજીસ્ટ્રેશન નંબર નથી જે ગોમા નદીમાંથી ગેરકાયદેશર રીતે રેતી ભરતા હોય જેથી મે ડ્રાઇવર ગોરધનભાઇ રહે, સુરેલી નિશાળ ફળીયુ નાને જઇ ને પુછેલ તમે કોને પુછીને રેતી ભરો છો તેમ કહેતા ગોરધનભાઇ નાએ જણાવેલ કે અમો તલાટી શીશુનાથ શૈલેશસિંહ ઠાકોરના કહેવાથી રેતી ભરીએ છીએ
તેમ કહી શીશુનાથને ફોન કરીને બોલાવેલ જેથી શીશુનાથ ઠાકોર ગોમા નદીમાં આવી મને જાેઇને માં-બેન સમાણી ગાળો બોલવા લાગેલ જેથી મે તેઓને કહેલ કે તમે તમારા ઘરકામ માટે રેતી લઇ જશો તો ચાલશે પરંતુ ગેરકાયદેશર રીતે રેતી વેચવા માટે લઇ જશો તો નઇ ચાલે તેમ કહેતા સામાવાળા નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ તમે મને કોણ કહેવા વાળા છો
અને હું જીલ્લા તલાટીનો પ્રમુખ છું તેમજ મારી પત્નિ તાલુકા મહીલા મોરચાના પ્રમુખ છે તો તમે શું કરી લેશો તેમ કહી તેની નજીકમાં પડેલ પાવડો લઇ મને મારવા જતા મે તેના હાથમાંનો પાવડો પકડી પડેલ અને મને ધક્કો મારી નીચે પાડી દિધેલ અને ગડદા પાટુનો તેમજ લાતોથી માર મારેલ તેવામાં મારા ગામના પ્રસાંતસિંહ ગુલાબસિંહ પરમાર
તથા રવિકુમાર ભગવાનસિંહ પરમાર નાઓ આવી જતા મને વધુ મારમાંથી છોડાવેલ અને જેથી તે ઓ કહેવા લાગેલ કે મારે તો ડમ્પર અને ટ્રેકટરો ચાલે છે તો તમને ત્રણેયને હુ ટ્રેક્ટર ચડાવી દઇ મારી નાખવાની ધમકી ઓ આપેલ અને આ વખતે અમોએ ખાણખનીજ વિભાગ ગોધરા ખાતે ફોન કરી જાણ કરતા
સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ ગોધરા ના માણસો આવી જતાં તેઓનું ટ્રેકટર પો.સ્ટે ખાતે લાવી ડીટેઇન કરેલ છે. અને આ સામાવાળા અમો ત્રણેય જણાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ જેથી આ બનાવ અંગે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.