Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓની હત્યા બાદ મણિપુરના ચુરાચાંદપુરમાં સંપૂર્ણ બંધનું એલાન

બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ૪ આરોપીઓની ધરપકડ

(એજન્સી)ઈમ્ફાલ, મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ નાજુક બનતી જાેવા મળી રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ૪ આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આરોપીઓને મહત્તમ સજા સુનિશ્ચિત કરવામાં આવશે.

આ દરમિયાન તેમની ધરપકડના વિરોધમાં ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ સહિત અન્ય આદિવાસી સંગઠનોએ સોમવાર, ૨ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યાથી ચૂરાચંદપુર જિલ્લામાં સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું હતું. સ્થિતિને જાેતા મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ ૬ ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.

વાસ્તવમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, સીબીઆઈએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની પત્નીી સહિત ચારેયને સ્પેશિયલ ફ્લાઈટમાં રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ કુકી સમાજના સંગઠનોએ આ ધરપકડોને અપહરણ ગણાવીને વિરોધ કર્યો છે. તેઓએ રવિવારે રાત્રે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ૧ ઓક્ટોબરથી ચુરાચંદપુરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સમયગાળા માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

મણિપુરના માન્ય આદિવાસી જૂથ આઈટીએલએફએ ધરપકડના વિરોધમાં સોમવારે સવારે ૧૦ વાગ્યાથી ચુરાચંદપુર જિલ્લામાં અનિશ્ચિત હડતાળનું આહ્વાન કર્યું હતું અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓને ૪૮ કલાકની અંદર મુક્ત કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.