Western Times News

Gujarati News

અમદાવાદમાં આવાસ યોજનાઓ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજવામાં આવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ₹641 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ સ્થળોના નામાભિધાન સંપન્ન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પ્રસંગે કાંકરીયા ઇસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ કરાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે વિવિધ આવાસ યોજનાઓ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજવામાં આવ્યો હતો તેમજ આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (GUHP) તથા ICDS અંતર્ગત પસંદગી પામેલ કુલ 962 ઉમેદવારોને નિમણૂકપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યમાં વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નીતિ સાથે એરપોર્ટ, બુલેટ ટ્રેન, સેમિકન્ડક્ટર સહિતના ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે અમૃતકાળમાં ગુડ ગવર્નન્સના માધ્યમથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.