Western Times News

Gujarati News

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં અંધજન મંડળ માટે ફાળો એકઠો કરવામાં આવ્યો

(સાજીદ સૈયદ) નડિયાદ, સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નાડીઆદના NSS unit દ્વારા  કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી ‘અખિલ હિન્દ ધ્વજદિન’ અંતર્ગત અંધજન મંડળ માટે આર્થિક ફાળો એકઠો કરવામાં આવ્યો હતો. એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો

તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ.પ્રકાશભાઈ વિછીયા તથા ડૉ.કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા આચાર્યશ્રી, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફમિત્રો પાસેથી આર્થિક ફાળો રૂપિયા.૭૨૦૮/- એકઠો કર્યો હતો. અંધ તથા અપંગોના સેવા કાર્યો માટે ઉજવાતા ‘ફ્લેગ ડે’ નિમિતે આ  ફંડ કલેક્શનનું  કાર્ય કરવામાં આવ્યું હતું.

એન.એસ.એસ.ના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ કોલેજના વર્ગખંડમાં જઈ ફાળો એકત્ર કરી અંધજન મંડળ, નડિયાદને મોકલી આપ્યો હતો. અંધજન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, રીકેશભાઈ લખમાણી અને તમામ હોદોદારોએ આ ફંડ બદલ કોલેજ પરિવારનો આભાર માની કહ્યું હતું

કે આ રકમનો/દાનનો ઉપયોગ વિકલાંગોના કલ્યાણકારી કાર્યોમાં જ કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. કુ.ભાર્વી પટેલ, કુ.હેત્વી રાણા, કુ.પાયલ પ્રજાપતિ, પ્રિયાંશું પટેલ, વિક્રમ પરમાર, તૌસિફ પઠાણ, નીલ પારેખ, ભાવિક પરમાર વગેરે વિદ્યાર્થીઓએ અંધજન મંડળ માટે ફાળો એકઠો કરવામાં ખૂબ મહત્વનુ યોગદાન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.