Western Times News

Gujarati News

ટ્રાફિક પોલીસ બૂથને લઈને વિવાદ સર્જાયો

આ બૂથ ટ્રાફિક પોલીસ કે મનપાએ ઉભા કર્યા નથી, આ મામલે રાજકોટ આઉટડોર એસોસિએશન દ્વારા મનપાને પત્ર લખવામાં આવ્યો છે

રાજકોટ,  રાજકોટમાં ટ્રાફિક પોલીસ બૂથને લઈને વિવાદ સર્જાયો છે. રાજકોટમાં શહેરના અલગ-અલગ ૧૦૦ સ્થળે આવેલા આ ટ્રાફિક બૂથ કોણે ઉભા કર્યા તેને લઈને સવાલો ઉભા થયા છે. કારણ કે આ ટ્રાફિક બૂથ ટ્રાફિક પોલીસ અને મનપાએ ઉભા કર્યા નથી. A controversy arose over the traffic police booth in Rajkot

આ મામલે આઉટડોર એજન્સીએ મનપા અને સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટ્રાફિક બૂથથી મનપા કે ટ્રાફિક પોલીસને આવક ન મળતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે શહેરમાં જ્યાં જરૂર નથી ત્યાં પણ ટ્રાફિક બૂથ ઉભા કરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

રાજકોટ આઉટડોર એસોસિએશને પત્રમાં જણાવ્યું કે, રાજકોટ હોર્ડિંગ એસોસિએશન દ્વારા આપને રૂબરૂ કરવામાં આવેલ રજૂઆત મુજબ અમદાવાદ સ્થિત પ્રાઈવેટ પાર્ટી દ્વારા રાજકોટ શહેરના ટ્રાફિકથી ધમધમતા વિવિધ સર્કલમાં ટ્રાફિક બૂથ ટાઇપ જાહેરાતના બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાની કોઈ જ પૂર્વ મંજૂરી વગર ઉભા કરવામાં આવેલ છે. જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ટેન્ડર હોર્ડિંગ સાઇટ તેમજ ખાનગી હોર્ડિંગ સાઈટની વિઝીબીલીટીને ખૂબ જ નડતરરૂપ છે.

સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ રીતે ટ્રાફિક બૂથમાં જાહેરાત લગાવી શકાય છે. ત્યારે શહેરમાં જ્યાં જરૂર નથી ત્યાં પણ આવા ટ્રાફિક બુથ ઉભા કરીને દર મહિને એક ટ્રાફિક બૂથમાંથી એજન્સી દ્વારા ૧૫થી ૨૦ હજાર રૂપિયા લેવામાં આવે છે. આ મામલે રાજકોટના ડે.મનપા કમિશનર અનિલ ધામેલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે આ બૂથ મુક્યા નથી.

અમે કોઈ ટેન્ડરિંગ કર્યું નથી. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તો ટ્રાફિક ડ્ઢઝ્રઁએ પણ ટ્રાફિક બૂથ ઉભા ન કર્યાનું નિવેદન આપ્યું છે. ત્યારે આ બૂથ કોણે ઉભા કર્યા તે મોટો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.