જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં વાનગી સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, મધ્યાન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે મધ્યના ભોજન યોજના અંતર્ગત બાળકોને ભોજન અપાય છે. આ યોજનામાં રસોઈ બનાવનાર બહેનોની વાનગી સ્પર્ધાનું આયોજન ખેડબ્રહ્માની સંત શ્રી નથુરામ બાપા જ્યોતી હાઈસ્કૂલ મુકામે યોજવામાં આવી હતી.
સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા ત્રણ વિજેતાઓ જાહેર કરાયા હતા. તેઓને પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે જયોતી હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ તથા વાલીઓ હાજર રહ્યા હતા.