Western Times News

Gujarati News

ભાવનગરમાં લાયસન્સ વગર ચાલી રહી હતી કોસ્મેટીક પ્રોડક્ટ બનાવવાની ફેકટરી: Amazon પર થતું હતું વેચાણ

પ્રતિકાત્મક

ઓનલાઇન એમેઝોન પર બનાવટી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ: સાબુ બનાવટી ફેક્ટરી ઝડપાઈ

કોસ્મેટીકના લાયસન્સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી Online Amazon દ્વારા સાબુ વેચી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવતાં લોકો વિરુધ્ધ કડક કાર્યવાહી

ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી: શંકાસ્પદ કોસ્મેટીકના ૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજારની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત  કરાયો: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના / કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માં આવી રહી છે

જેના ભાગરૂપે મળેલ માહીતી અને ફરીયાદના આધારે ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના ૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજારની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત  કરાયો છે.

શ્રી કોશિયા એ ઉમેર્યું કે કોસ્મેટીકના કોઇપણ લાયસન્‍સ વગર ભ્રામક તથા લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇપણ પ્રકારની જ્યોતીષી કરવા માટેની ડિગ્રીસર્ટી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પાડી લોકોને છેતરવાની કામગીરી તથા ઓનલાઇન એમેઝોન માધ્યમમાં ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું કૃત્ય થાય છે

જે અન્‍વયે ગાંધીનગરના શ્રી વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.)ના મર્ગદર્શન હેઠળ ગાંધીનગરની ડ્રગની ટીમ અને ભાવનગરની ડ્રગની ટીમ દ્વારા ભાવનગરના મદદનીશ કમિશ્નર એ. એ. રાદડીયાના માર્ગદર્શન હેઠળ નિલોફરબેન સાદીકભાઇ ખદરાણી એ તેઓના રહેણાંકના મકાનના બીજા માળે પ્લોટ નં. ૮૧મેઘદુત સોસાયટીભાવનગર ખાતે વગર પરવાને GJ/05/0034175 લાયસન્‍સ નંબર તેઓની રીતે છાપી જે ખરેખર આ તંત્ર દ્વારા અપાયેલ નથી તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડ્યા છે.

આ ઉત્પાદન માટે તેઓ ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કેઇન્‍ડક્શન ગેસતપેલાચમચારો-મટીરીયલવિવિધ ફ્લેવર્સવિવિધ મોલ્ડ ફ્લેવર્સફ્રિઝઆયુર્વેદિક મીક્ષ પાવડર્સ૧૨૦ કિગ્રા રો-મટીરીયલપ્રબલ બ્રાન્‍ડનો બ્રાસનો સિક્કો અને જુદા-જુદા ગ્રહોના ફોટાવાળા પ્રિન્‍ટેડ કાર્ટન વગેરે વસ્તુઓ આગળની કાર્યવાહી માટે જપ્ત કરી છે

અને અધિકારીઓએ આશરે ૩.૫૦ લાખના વિવિધ બ્રાન્‍ડના આશરે ૧૮૦૦ સાબુનું વેચાણ કર્યાનું પકડી પાડ્યું છે અને તેઓએ આ સાબુની બનાવટ મે. સુર્યતનાયા ઇનોવેશન એલ.એલ.પી.પ્લોટ નં. ૧૨૧૦એબીસીસ્વસ્તીક સોસાયટીભાવનગર (SURYATANAYA INNOVATION LLP Bhavnagar) ખાતે તપાસ કરતાં તેઓ આ સાબુની બનાવટ તેઓની પોતાની વેબસાઇટ તેમજ ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતાં પકડી પાડી છે.

તેમણે ઉમેર્યુ કે,આ પેઢી દ્વારા મોટાભાગનું વેચાણ તેઓના પતિ દિલીપભાઇ અમૃતલાલ મહેતાની દવાની એજન્‍સી મે. એપેક્ષ ફાર્મા એજન્‍સીભાવનગર (Apex Pharma Agency, Bhavnagar) ખાતેથી તમામ સાબુનું વેચાણ તેમજ ડિલીવરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન તેઓને ત્યાંથી કુલ ૪ નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે. એજન્‍સીમાંથી કાયદેસરની કાર્યવાહી અર્થે ૨૦ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

તેઓની વધુ તપાસ કરતાં તેઓ દોઢમાસથી કોસ્મેટીકનું વેચાણ કરેલ છે. તેમજ તેઓ રો-મટીરીયલ ક્યાંથી અને કેવીરીતે લાવતા હતા અને તેઓ આ કોસ્મેટીકનું વેચાણ ક્યાં ક્યાંકેવીરીતે અને કોને કોને વેચાણ કરતાં હતા તેની આગળની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ એ તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટીક ઉત્પાદન કરતી પર પાડેલ દરોડા અને પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.