પૌત્રના દરેક જન્મદિવસે વૃક્ષો વાવવાનો દ્રઢ સંકલ્પ કરતું દંપત્તિ
અમદાવાદના અશ્વિન બેન્કર દ્વારા પૌત્ર દીર્ગના જન્મદિન નિમિતે સદભાવના વૃધ્ધાશ્રમના સથવારે વૃક્ષારોપણ કર્યું.
અમદાવાદના અશ્વિન બેન્કર દ્વારા પૌત્ર દીર્ગના જન્મદિન નિમિતે સદભાવના વૃધ્ધાશ્રમના સથવારે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે અશ્વિન બેન્કરે એક સકલ્પ લીધો કે પૌત્ર દીર્ગના દરેક જન્મદિવસે તે જેટલા વર્ષ નો થાય તેટલા વૃક્ષ વાવવા અને જાળવણી કરવી. આ વ્યવસ્થા માટે સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ માધ્યમથી લીમડા ના મોટા બે છોડ, ખાતર અને પીન્જરા સાથે વાવ્યા હતા.
માત્ર અડધા કલાકમાં બે વૃક્ષ વાવી પાણી પીવડાવી વૃક્ષારોપણ પુર્ણ કર્યું હતું અને ત્રણ વર્ષ સુધી આ છોડ ની સંભાળ લેવા ની ઞેરેન્ટી લીધી. માત્ર પાણી પીવડાવવા ની જવાબદારી અશ્વિન બેન્કરને સોંપાય હતી. પૌત્ર દીર્ગના જન્મદિવસે રુપિયા 1600 નુ વૃક્ષ દાન કરી સામાજિક વનીકરણની જવાવદારી નિભાવ્યા નો સંતોષ અશ્વિન બેન્કરે વ્યક્ત કર્યો હતો.
અશ્વિનભાઈએ લોકોને અપીલ કરી હતી કે આપના ઘરે આવતા જન્મતીથી કે પુણ્યતીથી કે કોઇ શુભ પ્રસંગે વૃક્ષ દાન કરી પર્યાવરણ ની આપણી જવાબદારી નીભાવીએ ઞરમી ઘટાડવામા, સમયસર વરસાદ લાવવા માં અમૂલ્ય યોઞદાન આપીએ.
વૃક્ષો, જંગલો પૃથ્વીનું સંતુલન કરનાર હરિયાળી છે. જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાનાં માનવી જેવી છે અને આપણે એ ધડને જ કાપી રહ્યા છીએ. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવા જરૂરી છે. પરંતુ આ સમરસ ખોરવાઈ રહ્યું છે અને આ ખોરવાયેલા સમરસને નવજીવન આપવાનું સેવાકીય કામ અશ્વિન બેન્કરે કર્યું હતું.
‘પ્રકૃતિ પાડે પોકાર, વૃક્ષો માટે કરો વિચાર’ ‘વૃક્ષોની પહેરાવી સાડી, મા ભોમને બનાવો હરિયાળી.’