ગાઝિયાબાદમાં નિર્માણાધીન ત્રણ માળના મકાનમાં આગની ઘટનામાં એક દંપતીનું મોત
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ માળના નિર્માણાધીન મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એજન્સી અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક દંપતીનું મોત થયું છે.
તેમણે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, ત્યારબાદ ઘરમાં રાખેલા કેટલાક ફટાકડાઓમાં પણ આગ લાગી હતી.ઘરના માલિક ઈરફાન (૫૭) અને તેની પત્ની સમર જહાં (૫૫) ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસે જણાવ્યું કે તેમના પરિવારના સભ્યો દંપતીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમનું મૃત્યુ થયું.
શાલીમાર ગાર્ડનના એસીપી સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે ઘરમાં રાખવામાં આવેલા ફટાકડા પરિવારે લગ્ન માટે ખરીદ્યા હતા. આ કાર્યક્રમ આગામી સપ્તાહમાં થવાનો હતો.
તેણે જણાવ્યું કે પરિવારના સભ્યોએ ફટાકડાની રસીદ અને લગ્નનું કાર્ડ પણ બતાવ્યું.ચીફ ફાયર ઓફિસર રાહુલ પાલે જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તેણે વધુમાં કહ્યું કે, ‘શક્ય છે કે તે પોતાના ઘરની અંદર ફટાકડાનો સંગ્રહ કરી રહ્યો હોય, તેવી શક્યતાને નકારી શકાય નહીં.SS1MS