દુબઇના રહેવાસી હોવાનું કહીને દુકાનદારો પાસેથી રૂપિયા પડાવતું દંપત્તિ
બોપલ, ઘુમા, મણિપુર અને સાણંદમાં ઠગ દંપતીનો આતંક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના બોપલ, ઘુમા, મણિપુર અને સાણંદ વિસ્તારમાં હાલ એક ઠગ દંપતી ફરી રહ્યું છે. જે દુબઇના રહેવાસી હોવાનું કહીને દુકાનદારો અને વાહનચાલકો પાસેથી રૂપિયા પડાવે છે. આ દંપતી દુબઇની ચલણી નોટો બતાવીને લોકોને એવી રીતે ભ્રમિત કરે છે કે તેમનાં દિમાગ સુન્ન થઇ જાય છે
અને ત્યારબાદ તે પોતાની કળા કરી ગાયબ થઈ જાય છે. બોપલથી સાણંદ જવાના રોડ પર છેલ્લા ઘણા દિવસથી આવી રહસ્યમય ઘટના બની રહી છે, જેમાં પોલીસે તપાસ તેજ કરી છે. થોડા દિવસ પહેલાં મણિપુરના એક પ્રોવિઝન સ્ટોરમાં આ દંપતી પોતાની બાળકીને લઇને ઘુસ્યું હતું
અને બાદમાં સ્ટોરના વૃદ્ધ માલિકને અર્ધબેભાન કરીને ૨૩ હજાર રૂપિયા લઇને જતું રહ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. ઘુમા વિસ્તારમાં આવેલા ઋષિકેશ પાર્કમાં રહેતા અને મણિપુરમાં ભોલે નમકીન અને આઇસક્રીમ પાર્લર ધરાવતા અશોકભાઇ બલદેવની સાથે એક વિચિત્ર કિસ્સો બન્યો છે.
અશોકભાઇ જ્યારે પોતાના સ્ટોર પર હાજર હતા ત્યારે એક દંપતી તેમની બાળકીને લઇને આવ્યું હતું. દંપતીએ પહેલાં કેટલીક ચીજવસ્તુ ખરીદી હતી અને બાદમાં અશોકભાઇ પાસે આવ્યું હતું. તેમણે અશોકભાઇ પાસે આવીને કહ્યું કે અમે દુબઇથી આવ્યા છીએ અને અમારે થોડી વધારે વસ્તુઓ ખરીદવી છે.
અમારી પાસે ડોલર છે જાે તમે તે રાખો તો અમે વસ્તુ લઇ શકીએ. યુવકે પોતાની પાસે રહેલું પર્સ કાઢ્યું હતું અને બાદમાં અશોકભાઇને બતાવ્યું હતું.