કારની અડફેટે મોપેડ સવાર દંપતિનું ઘટના સ્થળે મોત
ગીર સોમનાથ, વેરાવળ તાલાલા રોડ પર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં આઈ ૨૦ કારે મોપેડને હડફેટે લીધું હતું. જેમાં મોપેડ પર સવાર દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બન્ને વાહનો સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બન્ને વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં મોપેડ પર સવાર દંપતિ ઉછળીને પટકાયા હતા. જેમાં બન્ને દંપતિને ગંભીર ઉજાઓ પહોંચી હતી, જ્યારે દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક દંપતિ વેરાવળના હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાલાલા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ દોડી આવી હતી. અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસે ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ કર્યા હતા. આ અકસ્માતમાં કાર અને મોપેડ વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં મોપેડનો બુકડો બોલી ગયો હતો, જ્યારે કારને પણ ભારે નુકસાન થયું છે.
વેરાવળ-તાલાલા રોડ પર કારચાલક અને મોપેડ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે આવતા કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં મોપેડમાં સવાર દંપતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ગીરસોમનાથ જિલ્લામાં અકસ્માતની ગોજારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS