ગણિકાની પુત્રી ડૉક્ટર બનવા માંગતી હતી, ભાગ્યએ બનાવી દીધી અભિનેત્રી
મુંબઈ, આ અભિનેત્રીએ લગભગ ૪૦ વર્ષ સુધી હિન્દી સિનેમામાં કામ કર્યું. રાજ કપૂર સાથેની તેની જાેડીને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. આ અભિનેત્રીનો જન્મ ૧ જૂન ૧૯૨૯ના રોજ કોલકાતામાં પ્રખ્યાત ગણિકા જદ્દનબાઈને ત્યાં થયો હતો.
અભિનેત્રીનું સાચું નામ કનીઝ ફાતિમા રાશિદ હતું, જે તેની માતા જદ્દનબાઈની જેમ ખૂબ જ સુંદર હતી. આ અભિનેત્રી માતાને તેમનું પ્રખ્યાત ગીત ‘લગત કરેજાવા મેં છોટ’ ગાતા જાેઈને મોટી થઈ છે. અભિનેત્રી તેની માતાની દુનિયાથી કંઈક અલગ કરવા માંગતી હતી.
તેથી તેણે ડૉક્ટર બનવાનું સપનું જાેયું હતું. તે સમાજ સેવા કરીને નામ કમાવવા માગતી હતી, પરંતુ ભાગ્યએ તેને અભિનેત્રી બનાવી દીધી. તે બોલિવૂડમાં નરગિસના નામથી પ્રખ્યાત થઈ છે. માતા જદ્દનબાઈએ નરગીસને મહેબૂબ ખાન પાસે ઓડિશન માટે મોકલી હતી.
અભિનેત્રીએ અનિચ્છાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો, પરંતુ દિગ્દર્શકને તે પસંદ આવી અને તેણે ફિલ્મ ‘તકદીર’માં કાસ્ટ કરવામાં આવી હતી. અભિનેત્રીએ ૧૯૪૯માં ‘બરસાત’, ‘અંદાઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજ કપૂર સાથે નરગિસની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંનેએ લગભગ ૫૫ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
બંને છેલ્લે ૧૯૫૬માં આવેલી ફિલ્મ ‘ચોરી ચોરી’માં સાથે જાેવા મળ્યા હતા. તેઓ વાસ્તવિક જીવનમાં પણ એકબીજાને પસંદ કરતા હતા. નરગિસની ૧૯૫૭માં આવેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ તેને સુપરસ્ટાર બનાવી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના શૂટિંગ દરમિયાન નરગિસનો અકસ્માત થયો હતો. ત્યારબાદ સુનીલ દત્તે જીવ જાેખમમાં નાખીને નરગિસને આગમાંથી બચાવી હતી. અભિનેતાએ આ ફિલ્મમાં નરગિસના પુત્રની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ ઘટના બાદ નરગિસને તેનામાં તેનો જીવનસાથી જાેવા મળ્યો હતો.
સુનીલ દત્ત સાથેના લગ્ન પછી નરગિસ ફિલ્મોમાં ઓછી દેખાવા લાગી હતી. તેણે લગભગ ૧૦ વર્ષ બાદ ફિલ્મ ‘રાત ઔર દિન’થી પરત ડેબ્યૂ કર્યું હતું. આ અભિનય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જે પ્રથમ વખત બોલિવૂડની અભિનેત્રીને મળ્યો હતો.
નરગિસ પ્રથમ અભિનેત્રી હતી જેને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તે રાજ્યસભાના સભ્ય બન્યા હતા. અભિનેત્રીએ ૩ મે ૧૯૮૧ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેન્સર હતું. આ અભિનેત્રીએ તેના પુત્ર સંજય દત્તના ડેબ્યૂના થોડા દિવસો પહેલાં જ દુનિયા છોડી દીધી હતી, જેનો સંજય દત્તને જીવનભર પસ્તાવો રહ્યો છે. SS1SS