કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર 2 સામે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક
ગામના જ બે યુવકો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા ઘણા સમયથી કિશોરને બ્લેકમેલ કરતા હતા
ડીસા, ડીસા પંથકમાં રહેતા એક કિશોર સાથા ગામના જ બે યુવકોએ અવાર-નવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
ડીસા પંથકના એક ગામે રહેતા ૧૪ વર્ષીય કિશોરના પિતા ગત ત્રીજી ફેબ્રુઆરી ર૦રરને ગામમાં રહેતો આર્યન દેસાઈ નામના યુવક આ કિશોરના ઘરે આવ્યો હતો
અને કિશોર સાથે શારીરિક અડપલાં કરીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જાકે કિશોર સમગ્ર ઘટનાથી ડરી જતા તે નજીકમાં રહેતા તેના કાકાને કહેવા જઈ રહ્યો હતો તે વખતે આર્યન દેસાઈએ કિશોરને ડરાવીને કહ્યું હતું કે મેં તારો વીડિયો બનાવેલો છે અને તુ આ વાત કોઈને કરીશ તો તારો વીડિયો વાયરલ કરી દઈશ. આથી કિશોરને પોતાની બદનામી થશે A crime has been registered against 2 who committed an act against nature with a juvenile
તેવા ડરના કારણે આ વાત બીજા કોઈને કરી નહોતી. ત્યાર પછી તેના બે દિવસ પછી પણ આર્યને ધમકી આપી કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું તે પછી અવાર નવાર આર્યન કિશોરના ઘરે આવી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો હતો તે પછી સમગ્ર બાબતની જાણ તેના મિત્ર રાહુલ મોદીને કહી હતી જેથી આ બંને કિશોરના ઘરે જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા.
આ બંને જણા કિશોર પાસે અવાર નવાર પૈસાની માંગ કરતા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા અને ગત તા.ર.૧ર.ર૩ના રોજ આ બંનેએ કિશોરને રસ્તામાં રોકીને રપ૦૦ રૂપિયા માગ્યા હતા પરંતુ તેણે આપવાની ના કહેતા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા કિશોર ડરી ગયો હતો અને તેણે ઘરે જઈ ઘરમાં પડેલ ર૦૦૦ રૂપિયા આ બંનેને આપ્યા હતા
જાકે આ બાબતની જાણ સાવનની માતાને થતા તેમણે કોને રૂપિયા આપ્યા છે તે બાબતે પુછતા કિશોરે સમગ્ર હકીકત પરિવારજનોને કરતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા અને આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવી છેલ્લા એક વર્ષથી પોતાની સાથે શારીરિક શોષણ કરી સૃષ્ટિવિરુદ્ધ કૃત્ય આચરવા મામલે પીડિતે ડીસા તાલુકા પોલીસ મથકે આર્યન સોમાભાઈ દેસાઈ અને રાહુલ કનુભાઈ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આ બંનેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.