500ની લાંચ માંગતા તલાટી સામે ગુનો નોંધાયો
પાલનપુર, વાવ તાલુકાના મોરીખા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીએ મકાન નામે કરવા માટે ફોન ઉપર રૂ.પ૦૦ની લાંચની માંગણી કરી હતી આ અંગેના કોલ રેકો‹ડગના આધારે પીઆઈએ તલાટી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાવ તાલુકાના મોરીખામાં અરજદારના પિતાના નામે ચાલતું જુનું મકાન તોડી પાડી ત્રણ ભાઈઓના નામે જુદા જુદા ત્રણ મકાન બનાવ્યા હતા. જે ત્રણેય મકાનો પોતાના નામે કરવા અને ગ્રામ પંચાયતમાંથી આકારણી મેળવવા માટે તત્કાલીન તલાટી સુનિલભાઈ સૂર્યકાંતભાઈ ત્રિવેદીએ રૂ.પ૦૦ની લાંચ માંગી હતી. જે વાતચીતના રેકો‹ડગની સીડી બનાવી અરજદારે પાલનપુર એસીબીમાં રજૂ કરી તલાટી સામે ગુનો નોંધવા અરજી કરી હતી.
જેની એસીબી પીઆઈ નિલેશ ચૌધરીએ વૈજ્ઞાનિક ઢબે તેમજ એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવતા તત્કાલીન તલાટી કમ મંત્રી સુનિલભાઈ સૂર્યકાંતભાઈ ત્રિવેદીએ રૂ.પ૦૦ની લાંચની માગણી કરી હોવાનું ફલિત થયું હતું જેની સામે પાલનપુર એસીબી કચેરીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.