ખેડબ્રહ્માના પરોયા પેટા છાપરામાં નદીમાંથી મગર પકડાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના પરોયા પેટા છાપરા નજીક નદીમાં મગર દેખાતા ગામ લોકોમો ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. ગ્રામજનોએ તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસ તથા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફે કોઈ લોકો નદી તરફ ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
તથા ફોરેસ્ટ નોર્મલના રેન્જ ઓફિસર એ.એલ ભાટીની ટીમના એ આર વિહોલ, એ.આર ચાવડા,એમ.આઈ. કુપાવત, એ.એ પટેલ, એસ આર રાઠોડ એજી બુમ્બડીયા તથા એસ.ડી પટેલ વિગેરે સ્થળ પર જઈ મગરનું સલામત રીતે રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ છોડી દેવાયો હતો.