કાંસ માંથી ૨૫૦ કિલો વજન ધરાવતા મગરનું રેસ્કયુ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના પાલેજ પંથકના કિસનાડ ગામે જાહેરમાર્ગ ઉપરની રોડ સાઈડે રહેલી એક કાંસ માંથી ૨૫૦ કિલો વજન ધરાવતો મગર હોવાની જાણ કરવામાં આવતા મગરનું કરવામાં આવ્યું હતું અને જાહેરમાર્ગ ઉપર જ મહાકાય મગર ઝડપાઈ જતા લોકોએ રાહત અનુભવ્યો હતો.
ભરૂચ જીલ્લાના પાલેજ ખાતેના કિશનાડ ગામે જાહેરમાર્ગ ઉપરની રોડ સાઈડમાં એક મહાકાય મગર હોવાની જાણ મહેશભાઈએ કરતા વન વિભાગના અધિકારીને કરવામાં આવી હતી અને વન વિભાગના અધિકારીઓ સાથે જીવદયા પ્રેમીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મોડી રાત્રે અંધારપટમાં પણ રોડની સાઈડ ઉપર કાસમાં રહેલા મગરનું રેસક્યુ કરવાની કવાયત કરી હતી અને મોડી રાત્રે એક કલાકોની જહેમત બાદ ૨૫૦ કિલો વજન અને અંદાજિત ૮ ફૂટ લાંબો મગરનું મહામુશીબતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને સુરક્ષિત રીતે ભરૂચ વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.