બ્લોક થયેલું બેંક એકાઉન્ટ ચાલુ કરવા 70 હજારની લાંચ માંગનાર સાયબરનો કર્મચારી ઝડપાયો
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. જેમાં બેંક એકાઉન્ટ અનફ્રિઝ કરવા રૂપિયા ૭૦ હજારની લાંચ માગી હતી. લાંચિયો કર્મચારી આઉટ સોર્સથી નોકરી કરતો હતો. યશ રાણા સામે ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે. જેમા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં આઉટ સોર્સથી નોકરી કરતાં ટેકનીકલ એક્ષ્પનર્ટએ લાંચની માગણી કરી હતી.
બેંક એકાઉન્ટ અનફ્રીજ કરવા લાંચ માંગતા ગાંધીનગરમાં ગુનો દાખલ કરાયો છે. યશ રાજેશ રાણાએ બેંક એકાઉન્ટ અનફ્રિજ કરવા રૂપિયા ૭૦ હજારની લાંચ માંગી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ઝોન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં લાલ દરવાજામાં આવેલા તાલુકા પંચાયતની ઓફિસમાં લાંચ રૂશ્વત વિરોધી દ્વારા ટ્રેપ ગોઠવીને દસ્ક્રોઇ તાલુકા પંચાયતના કર્મચારી વસીમ અક્રમ પટેલને રૂપિયા આઠ હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો. ખેતીની જમીનને બોજા મુક્ત કરવાના પ્રમાણપત્ર આપવાના બદલામાં આરોપીએ ૨૦ હજારની લાંચ માગી હતી. જે પૈકી ૧૦ હજાર એડવાન્સમાં લીધા હતા અને બાકીના નાણાં લેતા તે ઝડપાઇ ગયો હતો. આ અંગે એસીબીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના નવાપુરામાં ગામમાં રહેતા ખેડૂત ભનુજી ઠાકોરની જમીન સંયુક્ત રીતે તેમની પત્ની નામે ખરીદી કરી હતી. જે જમીન બોજા મુક્ત હોવાનું પ્રમાણપત્ર ન હોવાથી જમીનના દસ્તાવેજોની કામગીરી અટકી ગઇ હતી.
જેથી પ્રમાણપત્ર મેળવવા માટે તેમણે લાલ દરવાજા જિલ્લા પંચાયતની કચેરીમાં અરજી કરી હતી. જે અનુસંધાનમાં કોમ્પ્યુટર રૂમમાં ફરજ બજાવતા વસીમઅરકમ પટેલે બોજા મુક્તિનું પ્રમાણપત્ર આપવાના બદલામાં ૨૦ હજારની લાંચ માંગી હતી. જે પૈકી ૧૦ હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા.
જ્યારે પ્રમાણપત્ર મળ્યા બાદ બાકીના ૧૦ હજાર આપવાનું નક્કી થયું હતું. જે લેવા માટે વસીમ અકરમે ભનુજીને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. જેના આધારે એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.