Western Times News

Gujarati News

“આર્ત્મનિભર ભારત કી ઓર” શિર્ષક હેઠળ સાયકલ રેલી નું આયોજન કરાયું

અમાવાદ, એન.સી.સી.ગુજરાત દ્વારા આર્ત્મનિભર ભારત કી ઓર શીર્ષક ને હકીકત નું રૂપ આપવા માટે પ્રયત્ન કરવા ની દિશા તરફ વિકાસ અને પ્રગતિના માર્ગને હાંસલ કરવા માટે આપણા પૂર્વજાેએ આપેલાં અમૂલ્ય બલિદાનોની યાદ અપાવવા અને વિશ્વની સૌથી મોટી ગણવેશધારી સંસ્થા એન.સી.સી તરીકે નેશનલ કેડેટ ર્કો ના ૭૫ ગૌરવપૂર્ણ વર્ષોની યાદમાં એન.સી.સી. ઉપનિર્દેશાલય ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ દ્વારા સાયકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેને આજરોજ સવારે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ લીલી ઝંડી દર્શાવી સાબરમતી આશ્રમથી દાંડી સુધી પૂર્ણ કરાવવા પ્રસ્થાન કરાવ્યું.આ કાર્યક્રમ માં ગુજરાત ઉપ નિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂર, ડી.ડી.જી.ઉપરાંત ગણમાન્ય મહાનુભાવો, એન.સી.સી.અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધી એ આરંભેલ તેમની યુગ નિર્માણ યાત્રા દરમિયાન વાવેલ બીજ સ્વાવલંબનની ભાવના નાં નકશે કદમ પર ચાલીને આ રેલી ના ૨૫ યુવા યુવતી કેડેટો સમગ્ર કૂચ દરમ્યાન એકતા, માનવતા અને આર્ત્મનિભરતાનો સંદેશ નો પ્રસાર કરશે.આર્ત્મનિભર ભારત કા સફર સ્વાવલંબન કી ઓર ની ભાવના સાથે આ સાયકલ રેલી ૦૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ કરીને ૧૪ જાન્યુ.૨૦૨૩ નારોજ દાંડી સુધી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલીમાં ગુજરાત ના ૨૫ યુવા યુવતી એનસીસી કેડેટ્‌સનો સમાવેશ કરતી સાયકલ રેલી કુલ ૪૨૨ કિલોમીટરના રૂટને કવર કરશે અને ૧૬ ગાંધી આશ્રમોમાંથી ‘દાંડી કૂચ’ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા અનુસરવામાં આવેલ સ્વાવલંબન ની ભાવના નો ઇતિહાસ દોહરાવતી યાત્રા જે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મ્યુઝિયમ, દાંડી ખાતે સમાપ્ત થશે. જ્યાં સાયકલ રેલી ને દાંડીથી દિલ્હી સુધીની મોટરસાઇકલ રેલી સાથે સમાવી લેવાનું આયોજન કરવામાં આવ્યુંછે.

આ રેલી ગુજરાતના હૃદય સમાન અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થશે અને જીવનના તમામ ક્ષેત્રના લોકો સાથે આઝાદીના મૂલ્યની ભાવના અને ‘આર્ત્મનિભરતા’ની જરૂરિયાત નો સંદેશો ફેલાવશે. આ સાહસિક પ્રવાસના ૦૮ દિવસ દરમિયાન રેલી આઝાદી પૂર્વેના યુગનાં પ્રતિષ્ઠિત સ્થાનો નો નજીક થી અનુભવ કરશે . સાબરમતી આશ્રમ, નવાગામ,માતર, નડિયાદ, આણંદ, કંકાપુરા, કારેલી, ભરૂચ, છાપરાભાટા, વાંઝ, મટવાડ રસ્તે થઈને અંતે દાંડી ખાતે પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.