ગુજરાતના ૧૧ જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ
રાજકોટ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જાેવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના ૧૧ જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી ૧૪૪ પશુઓના મોત થયા છે.
સૌરાષ્ટ્ર કચ્છના ૫૩૬ ગામડાઓમાં લમ્પી વાયરસની અસરો મોટાપાયે દેખાઈ રહી છે. ગામડાઓ લમ્પી વાઇરસથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ જાેવા મળી રહ્યો છે. જાે એક પણ પશુધનને આ વાયરસનો ચેપ લાગે તો પળવારમાં મોત થતા વાર લાગતી નથી.
આ માટે ગુજરાત સરકારે યુદ્ધ ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જાેવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જાેવા મળ્યો છે.
હાલ સ્થિતિ એવી છે કે, હાલ રાજકોટ ૨૬ ગામડામાંથી ૧૭૨ ગાયોમાં લમ્પીના લક્ષણો જાેવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચઢ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં ૨૫,૯૦૦ પશુઓમાં વેક્સીનેશન થયું છે.
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જાેકે, જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની જરૂરિયાત છે.
કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જાેવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએલે પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ તથા પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને આ બે જિલ્લાઓમાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી છે.
આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડૉકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે. તો બીજી તરફ, કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, રાજ્યમાંથી લમ્પી સ્કીન ડિસીઝને નાથવા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યમાંથી લમ્પી સ્કીન ડિસીઝને નાથવા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે તકેદારી રાખવી. હાલમાં રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩ લાખ જેટલા પશુઓનું રસીકરણ કરાયું છે. પશુઓમાં આ રોગના ચિહ્નો જણાય તો હેલ્પલાઈન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે.SS1MS