આજે પણ ગુજરાતના આ તાલુકામાં કાળી ચૌદશના દીવસે જન્મેલી પુત્રીને માવતર મારકૂટ કરી ઘરમાં રાખતાં નથી
મોરબી તાલુકાના ગામડામાં હજુ પણ અંધશ્રધ્ધા પ્રવર્તે છે !
મોરબી, મોરબીના ગામડામાંથી સરપંચનો ફોન આવેલ કે એક નાની દીકીરીને તેના માતા પિતા મારપીટ કરે છે. જમવાનું આપતા નથી. અને ઘરમાં રાખતા નથી તો તેની મદદ કરવા માટે આવો તેવો મહીલા હેલ્પલાઈન ૧૮૧ ટીમ સંદેશો મળ્યો હતો.
૧૮૧ ની ટીમ પહોચ્યા બાદ જાણવા મળેલ કે દીકરીની ઉંમર તો ફકત ૬ વર્ષની જ છે અને તેના માતાપિતા તેમને રાખવાની મનાઈ કરે છે. તેમજ ગામના લોકો પાસેથી જાણવા મળેલ કે તેના માતાપિતા અંધશ્રધ્ધામાં માને છે કે દીકરીનો જજન્મ કાળી ચૌદશના દિવસ થયો છે.
તે દિવસને તે ખરાબ માને છે. કે તો ૧૮૧ની ટીમે તેમને સમજાવેલ છે. જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી હોતા અને આ તમારી દીકરી હજુ ૬ વર્ષની છે. તો તમારી બધી વાતો કઈ રીતના માનશે ? અને કાળી ચૌદશના દિવસે જન્મેલા કોઈ માણસો કોઈની જીંદગીમાં કાળ લઈને નથી આવતા અને તમે ગુટકા અને માવો ખાવ છો તો તમારે મોઢાનું કેન્સર જ થવાનું છે.
હવે પછી તમારી દીકરી પર કોઈપણ પ્રકારના અત્યાચાર થવો જાેઈએ નહી અને દીકરીને સ્કૂલમાં ભણવા માટે મોકલજાે આવી રીતના દીકરીના માતા પિતાને જણાવીને દીકરીની જીંદગી સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.