રિચા ચઢ્ઢા અને અલી ફઝલને ત્યાં દિકરીનો જન્મ થયો
મુંબઈ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ખુશી અને ઉત્સાહપૂર્વક પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમને ત્યાં ૧૬ જુલાઈએ દિકરીનો જન્મ થયો છે. ત્યારે આ કપલે તેમના પરિવાર પ્રત્યે તેમજ તેમના શુભેચ્છકોના પ્રેમ અને આશીર્વાદ બદલ દિલથી આભાર માન્યો હતો.
રિચા અને અલીએ સોશિયલ મીડિયા પર એક ખાસ નોટ લખી, જેમાં લખ્યું,“અમારે ત્યાં ૧૬-૭-૨૪ના રોજ તંદુરસ્ત દિકરી આવી છે તે જાહેર કરતાં અમે ખુશીથી ગુલાબી થઈ ગયા છીએ. અમારા પરિવારનો હરખ માતો નથી અને અમે અમારા દરેક શુભચ્છકોનો પ્રેમ અને આશીર્વાદ બદલ દિલથી આભાર માનીએ છીએ.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તરફથી પ્રેમ.” આ પહેલાં ૧૪ જુલાઈએ રિચાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વાર પોતે આવનારા બાળકની રાહ જોઈને કેટલી આતુર છે તે અંગે પોતાનો ભાવ વ્યક્ત કર્યાે હતો. તેણે તેમાં ઉલ્લેખ કર્યાે હતો કે, તેને ઘણી તકલીફ પડે છે પણ એ જ સમયે તેને ક્યારેય એકલવાયું લાગ્યું નથી.
રિચાએ તેને કોઈ સાંભળી રહ્યું છે અને તેની આસપાસ કોઈની હાજરી છે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું,“આ પરેશાની મારી એકલીની છે, પરંતુ તે હું એકલી નથી તેની છે. નાની ક્ષણો, નાની એચાનક વાગતી લાતો, કોઈ સાંભળતું હોય તેવી ભાવના અને એક નવી કળી ખીલવાના સતત થતાં રિમાઇન્ડર્સ મળતા રહે છે.
હવે આવી જા યાર…” આ સાથે રિચા અને અલીએ તેમના પ્રેગનન્સી શૂટની તસવીરો શેર કરીને રિચાનો બૅબી બમ્પ પણ બતાવ્યો હતો. પાછળથી આ પોસ્ચની કમેન્ચ બંધ કરવામાં આવી હતી.
થોડાં વખત પહેલાં એક ઇન્ટર્વ્યુમાં રિચાએ કહ્યું હતું કે તેણે આવનારા બાળક માટે પોતાના ઘરને ફરી ગોઠવ્યું છે અને તેને પહેલી વખત પોતે પ્રેગનેન્ટ છે તે ખબર પડી ત્યારે તેને એ વાત પચાવતાં જ એક અઠવાડિયું લાગ્યું હતું. રિચા અને અલીએ ૨૦૨૦માં સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કર્યાં હતાં અને બાદમાં ૨૦૨૨માં તેમનાં આ લગ્નની ઉજવણી કરી હતી.
આપણે તાજેતરમાં રીચાને સંજય લીલા ભણસાલીની ‘હિરામંડી’માં જોઈ હતી અને હવે તે અનુભવ સિંહાની ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હે’માં પંકજ ત્રિપાઠી, દિવ્યા દત્તા, સાયરસ બ્રોચા, પ્રતિક બબ્બર, શ્રિયા પિલગાંવકર અને અન્ય કલાકારો જોવા મળશે.SS1MS