મોડાસાની જાણીતી કોલેજના ગર્લ્સ રૂમના શૌચાલયમાંથી મૃત નવજાત શિશુ મળ્યું
મોડાસા, શિક્ષણનગરી મોડાસાના ધનસુરા રોડ પર કોલેજ કેમ્પસમાં ૧૪થી વધુ કોલેજો આવેલી છે, અને આ સંકુલમાં ૭ હજારથી વધુ છાત્રો શિક્ષણ મેળવી રહ્યા છે.
કોલેજ કેમ્પસમાં આવેલા એસ.કે. શાહ એન્ડ કૃષ્ણ ઓ.એમ આર્ટસ કોલેજમાં ગત સોમવારના રોજ એસવાય, ટીવાયબી.એ, એમ.એ.ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
બીજા સેશનની પરીક્ષા પૂર્ણ થયા બાદ સાંજે ૪.૪૫ કલાકે કોલેજના સફાઈ કામદારે ગર્લ્સ રૂમમાં આવેલા ત્રીજા નંબરના વોશરૂમમાં મૃત અવસ્થામાં નવજાત શિશુ જોવા મળતાં જ સફાઈ કામદાર ચોંકી ઉઠ્યો હતો, આ મામલે કોલેજના પ્રિન્સીપાલને જાણ કરી હતી. આર્ટસ કોલેજના સફાઈ કામદારના જણાવ્યા અનુસાર ગર્લ્સ રૂમના ટોઈલેટમાંથી મળી આવેલા મૃત શિશુને ટબમાં નાખી દેવાયું હતું,
આ નિર્દી અને ઘૃણાસ્પદ કૃત્ય કરનારે ટબ પર ડોલ ગોઠવી દીધી હતી. આ કારણે માસૂમનો જીવ જતો રહ્યો. પ્રિન્સીપાલ ડો, દિપક જોષી અને તુષાર જોષી ગર્લ્સ રૂમમાં પહોંચ્યા હતા, જોયુંકે નવજાત શીશું મૃત હાલતમાં મળી આવ્યું હતું. હોદ્દેદારો અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ કોલેજ કેમ્પસમાં પહોંચી હતી. આર્ટસ કોલેજ અને કેમ્પસના સીસીટીવ ફુટેજ મેળવ્યા હતા.
કોલેજના પ્રિન્સીપાલની ફરિયાદ ટાઉન પોલીસે આ પ્રકરણે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ મમતાને લાજવાનું કામ કરનાર અને માનવતા વિરોધી કૃત્ય કરનારે સખ્ત સજા થાય તેવી માંગ ઉઠી છે.SS1MS