વસિયતનામા માટે મૃત વ્યક્તિને કાગળ પર જીવિત બતાવાઈ
રાજકોટ, પ્રોપર્ટી માટે લોકો અત્યારે કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારો વચ્ચે ઘર ઘરમાં મહાભારત થઈ જાય છે. આવો જ એક અચંબિત કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં મૃત્યુ પામેલી વ્યક્તિને માત્ર વસિયતનામું બનાવવા માટે ફરીથી કાગળ પર જીવિત દર્શાવવામાં આવી હતી. જાેકે આ સમયે એક વસિયતનામું લખાઈ ગયું ત્યારપછી ફરીથી તેને મૃત પણ જાહેર કરીને ડેથ સર્ટિફિકેટ પણ નવું બનાવાયું હતું.
મહિલાએ ૧૯૯૬માં જમીન વેચી હતી તેને પચાવી પાડવા માટે એક શખસે આ પ્રમાણે કૃત્ય કર્યું હતું અને પછી ઘણા બધા માલિકો આ જમીનનાં બદલાતા ગયા હતા.
આ અંગે ફરિયાદી વિશાલ રાયચુરાએ જણાવ્યું હતું કે તે અને તેના ભાગીદારો – સુનિલ પૂજારા અને હિરલ ભટ્ટ – કુંવરજી ભીમાણી અને મનોજ અડોદરિયા પાસેથી ૩૭૧ ચોરસ મીટરની બિનખેતી જમીન ખરીદી હતી. આ પ્લોટના મૂળ માલિક ર્નિમલા દેસાઈ હતા, જેમણે માર્ચ ૧૯૯૬માં જ્યોત્સના રામાણીને જમીન વેચી દીધી હતી. હવે બીજી બાજુ જાેઈએ તો જ્યોત્સનાએ આ મિલકત ૨૦૦૭માં નર્મદા નડિયાપરાને વેચી દીધી હતી.
હવે સમય પસાર થયો અને વર્ષ ૨૦૧૦મા નાગજી મોલિયાને તેણે આ મિલકત વેચી હતી. મોલિયાએ આ મિલકત તે જ વર્ષે કુંવરજી ભીમાણીને વેચી હતી અને ભીમાણી પાસેથી ફરિયાદી રાયચુરાએ માર્ચ ૨૦૨૦માં આ મિલકત ખરીદી હતી. હવે આ બાબતે રાયચુરા ચક્કર ખાઈ ગયો હતો તેથી તેણે ગોપાલ, અમીન બુચ અને મનોજ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી.
તેમના વિરૂદ્ધ આઈપીસી સેક્શન ૪૬૫, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ અંતર્ગત પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રાયચુરાને થોડા મહિના પહેલા ખબર પડી હતી કે આ જમીન માર્કેટમાં વેચાણ માટે છે. જ્યારે તેણે બ્રોકરનો સંપર્ક કર્યો ત્યારે તેને ખબર પડી કે પ્રોપર્ટી વેચાણ માટે છે, પરંતુ પ્રોબેટના આધારે (કોર્ટની સીલ હેઠળ વસિયતની પ્રમાણિત નકલ).
આ મિલકતના મૂળ માલિક ર્નિમલા દેસાઈનું ડિસેમ્બર ૨૦૦૭માં અવસાન થયું હતું, પરંતુ તેમ છતાંઆરોપી ગોપાલે જાન્યુઆરી ૨૦૧૦માં દેસાઈનું બનાવટી વસિયતનામું તૈયાર કર્યું હતું કે તે જીવિત છે. ત્યારબાદ, તેણે એપ્રિલ ૨૦૧૦માં આરએમસી પાસેથી તેનું બનાવટી ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું અને ગોપાલે તેમની વસિયતમાં દેસાઈના અનુગામી તરીકે પોતાને દર્શાવ્યા હતા.
ત્યારબાદ ૨૦૨૧માં તેણે પ્રોબેટ મેળવવા માટે રાજકોટ સિવિલ કોર્ટમાં પરચુરણ અરજી દાખલ કરી હતી અને અન્ય બે આરોપીઓ નોટરી સમક્ષ વિલના સાક્ષી હતા. મે ૨૦૨૩માં તેને પ્રોબેટ મળ્યો અને તે પછી તેણે આ જમીન વેચી દીધી હતી. SS2SS