મ્યુનિ. હોલ-પાર્ટી પ્લોટમાં ભાડા જેટલી ડિપોઝીટ લેવાશે
યુવાનો માટે પ્લેગ્રાઉન્ડ બનાવાશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેટ સંચાલિત હોલ તથા પાર્ટી પ્લોટમાં ભાડા જેટલી જ ડિપોઝિટ લેવા તેમજ શહેરના યુવાનો માટે પ્લેગ્રાઉન્ડ બનાવવા અને નાગરિકોના ઘરેથી ડેબરિઝ ઉપાડવા માટે ચર્ચા થઈ હતી. તેમજ કર્મચારીઓને યુનિફોર્મના કામને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
મ્યુનિ. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પાેરેશન હોલ તેમજ પાર્ટી પ્લોટોમાં જેટલું ભાડુ હશે તેટલી જ ડિપોઝીટ લેવામાં આવશે. ઉદાહરણ તરીકે કોઈ પ્લોટનું ભાડુ રૂા.૧૫ હજાર હશે તો નાગરિકો પાસેથી ડિપોઝીટી પેટે પણ રૂા.૧૫ હજાર જ લેવામાં આવશે.
શહેરના યુવાનો માટે ક્રિકેટ સહિત અન્ય રમત રમવા વિવિધ વિસ્તારોમાં જગ્યા શોધી પ્લેગ્રાઉન્ડ બનાવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. શહેરના મંદિરોમાં જે ફૂલો અર્પણ થાય છે. તેમાંથી અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ ફરી શરૂ કરવામાં આવશે.
ચાર વર્ષ પહેલાં આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ થયો હતો જાે કે તે સફળ ન થતાં તેને બંદ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમય દરમ્યાન લોકો રિઝર્વ પ્લોટ પર ડેબરિઝ નાખી જાય છે. જેના કારણે આસપાસના રહીશોને તકલીફ થાય છે તેથી આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
નાગરિકોના ઘરેથી ડેબરિઝ ઉઠાવવા માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેના રૂા.ર૦૦થી રૂા.૧૭૦૦ સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. માટે મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ વ્યક્તિ વર્ગ ૪ના કર્મચારીઓને દર વર્ષે બે જાેડી કાપડ આપવામાં આવશે.
વર્ગ ૧ અને રના કર્મચારીઓ માટે સકાય બ્લૂ કલરનો શર્ટ અને નેવી બ્લૂ પેન્ટનો ડ્રેશ નક્કી કરવામાં આવ્યો છે. આ રીતે મહિલા કર્મચારીઓને પણ સાડી આપવામાં આવશે.