Western Times News

Gujarati News

વિકસિત ગુજરાત નરેન્દ્ર-ભુપેન્દ્ર નહિ, પણ ગુજરાતીઓ બનાવશેઃમોદી

વડોદરા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવવા પ્રધાનમંત્રી ગુજરાતના દરેક ખૂણે ફરી વળ્યાં છે. ત્યાં આજે તેઓ ગુજરાતમાં ઉપરાઉપરી સભા સંબોધન કરી રહ્યાં છે. મહેસાણા, દાહોદ બાદ તેઓ વડોદરા પહોંચ્યા છે. વડોદરા શહેર જિલ્લાની કુલ ૧૦ બેઠકો છે. આ જનસભાથી તેઓ ૧૦ બેઠકો પર ભાજપનો ભવ્ય પ્રચાર કરશે.

નવલખી મેદાનમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને લોકો હાજર રહ્યાં છે. કેમ છો વડોદરાથી તેમણે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આગળ કહ્યું કે, વડોદરા આપણી સાંસ્કૃતિનગરી, શિક્ષણની નગરી અમારા સાથીઓને આર્શીવાદ આપવા આવી છે. આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે.

કોઈ સરકારને ફરી બેસાડવા આટલો ઉમંગ ઉત્સાહ હોય તે અતૂટ વિશ્વાસ છે. આપણો સંકલ્પ છે કે ગુજરાત દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીનું હોવુ જાેઈએ, વિશ્વના સમૃદ્ધ દેશોના માપદંડમાં ગુજરાત પાછળ ન હોય તેવુ વિકસિત ગુજરાત જાેઈએ. પરંતુ આ ગુજરાત કોણ બનાવે.

નરેન્દ્ર પણ નહિ અને ભુપેન્દ્ર પણ નહિ. આ વિકસિત ગુજરાત નાગરિકો બનાવશે. તમારા વોટની એક તાકાત, સામ્યર્થ વિકસિત ગુજરાત બનાવશે. આપણે અમૃતકાળમાં છીએ. ૨૫ વર્ષ આપણા જીવનના મહત્વના હોય, તેમ દેશના જીવન માટે આગામી ૨૫ વર્ષ મહત્વના બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.