મંદિરની દાનપેટીમાં કોઈ ભક્ત ૧૦૦ કરોડનો ચેક નાખીને ગયો
વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભક્તે મંદિરમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક મંદિરના દાનપાત્રમાં નાખ્યો છે. જ્યારે મંદિર પ્રશાસને ચેકને કેશ કરાવવા માટે બેન્કનો સંપર્ક કર્યો તો ચોંકી ગયા.
કારણ કે જે અકાઉન્ટમાંથી ચેક આપવામાં આવ્યો હતો, તે અકાઉન્ટ ફક્ત ૧૭ રૂપિયા બેલેન્સ હતું. હવે આ ચેકનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ચેક નાખનારા પર લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે.
હકીકતમાં જાેઈએ તો, આ કિસ્સો વિશાખાપટ્ટનના સિમ્હાચલમના શ્રી વહાર લક્ષ્મી નરસિમ્હા સ્વામી વારી દેવસ્થાનમ મંદિરનો છે. મંદિરમાં રહેલી દાનપેટીમાં આવેલા ચડાવો જાેઈ રહ્યા હતા. આ દરમ્યાન મંદિર પ્રશાસનને નોટોની વચ્ચે એક ચેક મળ્યો. ચેકમાં ૧૦૦ કરોડની રકમ લખેલી હતી. તેને જાેઈને મંદિર પ્રશાસનમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ત્યાર બાદ ચેકને કેશ કરાવવા માટે મંદિર પ્રશાસનના લોકો બેન્કમાં પહોંચ્યા અને ચેકને કેશ કરવા માટે આપ્યા.
કોટક મહિન્દ્રા બેન્કે આ ચેકને જ્યારે બેન્કવાળાઓએ ચેક જે અકાઉન્ટ સાથે જાેડાયેલ હતો, તેને ચેક કર્યો. આ જાેઈને બેન્કવાળા અને મંદિર પ્રશાસનના હોશ ઉડી ગયા. કેમ કે ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક હતો, પણ તેના અકાઉન્ટમાં ફક્ત ૧૭ રૂપિયા બેલેન્સ હતું. હવે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
૧૦૦ કરોડ રૂપિયાવાળા ચેકની તસવીર પણ સામે આવી છે. જાે કે આ સંબંધમાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ હોય તેવું સામે આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, કોઈએ મજાક મજાકમાં આટલી ભારે રકમ લખીને મંદિરની દાનપેટીમાં નાખ્યો છે.SS1MS