ગોધરાની સબજેલ ખાતે કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)ગોધરા. ગોધરા શહેરમાં સબજેલ ખાતે દારૂ રસુલહ વલખેર સંસ્થા ગોધરાના સહયોગથી સબજેલના કેદીઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં અલગ અલગ રોગના તબીબો દ્વારા સબ જેલના કેદીઓને સારવાર કરવામાં આવી હતી , જેમાં ૩૦૦ ઉપરાંત સબજેલના કેદીઓએ સારવાર કરાવી ચેકઅપ કરાવ્યો હતો.
સર્વરોગ નિદાન કેમ્પમાં સંસ્થાના ચેરમેન હાજી ફિરદોસ કોઠી તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા . જેમાં ડો આશિફભાઈ જમાલ , ડો પ્રેમનાથ ગુપ્તા , ડો આતેકા કાઝી , મહેબૂબ જભા , આસીન ઉસ્માન સુફિયાન જાડી , રિઝવાન તેતરા અને મેડિકલ સ્ટાફની ટીમે હાજર રહી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી હતી.
તેમજ હાજી ફીરદોસ કોઠી , મોલાનાશોએબ ચીમાજી , મુફ્તી હારૂન સિંધી , મોલાના ઇકબાલ બોકડા , ઈલ્યાસ ગરીબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા .આ ઉપરાંત ગોધરાના જાણીતા ઉદ્યોગપતિ અને દારૂ રસુલહ સંસ્થાના ચેરમેન હાજી ફીરદોસ કોઠી દ્વારા મહિલા કેદીઓ માટે સિલાઈ મશીન અને જે લોકોની સજા પૂરી થયેલી છે તેવા પાસે દંડ ભરવા માટે રૂપિયાના હોય તો તેવા લોકોને રકમ ભરવા માટે મદદરૂપ થશે તેવું જણાવ્યું હતું.