Aazadi Ka Amrit Mahotsav ઉજવણીના ભાગરૂપે જેલમાં ડાયરો યોજાયો
પ્રતિનિધિ.મોડાસા, સંસ્કૃતિ વિકાસ ટ્રસ્ટ ઈડરના ઉપક્રમે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠા દ્વારા આયોજિત લોક ડાયરાનો કાર્યક્રમ જિલ્લા જેલ હિંમતનગર ખાતે યોજાયો .
આ પ્રસંગે નગરપાલિકા હિંમતનગરના પ્રમુખ માનનીય શ્રીમતી યતીનબેન મોદીએ કેદી ભાઈઓને સારા નાગરિક બનવા માટે જણાવ્યું ,ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફકમિશનર અને ભાજપના પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી માનનીય શ્રી અતુલભાઇ દીક્ષિતે બંદીવાનોને સજા માંથીમુક્ત થયા બાદ પરિવારજનોનું ધ્યાન રાખી સારા સમાજ કાર્યોમાં જાેડાઈ ભારતના સારા નાગરિક બનવા અપીલ કરી હતી.
વિશ્વ ગુજરાતી સમાજ કેનેડા દેશના યુથ વિંગ ના બ્રિટિશ કોલમ્બિયા સ્ટેટ ના કન્વીનર શ્રી જીલ દીક્ષિતે કેદી ભાઈઓને અનુરોધ કર્યો હતો કે એકાંતમાં બેસી એકાગ્ર ચીતે જાે તમે મનો મંથન કરશો તો તમને જીવન જીવવાના સારા માર્ગો મળી રહેશે. વાલીઓ લૂંટારો લૂંટફાટ છોડી વાલ્મિકી ઋષિ બની શકતો હોય તો આપણે કેમ ન બની શકીએ.
જેલ અધિક્ષક માનનીય શ્રી ચાવડા અને માનનીય શ્રી દેસાઈ વગેરેએ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે હંસરાજગીરી ગોસ્વામી અને સાથી કલાકારો દ્વારા લોક ડાયરાની જમાવટ કરવામાં આવી હતી, સાથે સાથે માનવંતા મહેમાનો દ્વારા કેદીઓને પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌરવ પુરૂસ્ત નાટ્યકાર ભરત વ્યાસે કર્યું હતું.