સંઘર્ષ અને સંકટના સમયે સરકારની સહાય થકી માથે છત મળતાં દિવ્યાંગ દંપતી ખુશખુશાલ
ડાંગના ધુળચોંડ ગામના દિવ્યાંગ દંપતીને માથે છત મળી-સંકટના સમયે, સરકારી આવાસ યોજના લાભ મળ્યો અને પોતાનો સ્વપ્નનુ ઘર મળ્યુ ઃ લાભાર્થી યોગેશભાઇ ખુરખુટીયા
(ડાંગ માહિતીે)ઃ આહવાઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકામા સમાવિષ્ટ ધુળચોંડ ગામના દિવ્યાંગ, ચક્ષુ વિહોણા દંપતી કે જેઓ જીવનના દરેક મોરચે જંગ લડી રહ્યા હતા. તેમને રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ અને સંવેદનશીલ જનપ્રતિનિધીનો સાથ મળતા ‘આવાસ યોજના’ નો લાભ પ્રાપ્ત થયો છે.
આહવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને જીવન સામે જંગ લડતા આ લાચાર દંપતિની જાણ થતા, તેમના સત્યુત પ્રયાસોથી હવે આ દંપતીને માથે છત મળતા, તેમને મન તેમના જીવનમાં સાચી દિવાળી આવવા પામી છે. આદિજાતી વિકાસ વિભાગ હેઠળની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨/૨૩ની આવાસ યોજના હેઠળ આ દિવ્યાંગ દંપતીને વ્યક્તિગત ધોરણે મકાન સહાયથી સરકારી આવાસનો લાભ આપવામા આવ્યો છે. આવાસ વિહોણા આ લાભાર્થી દંપતીએ, સરકારી આવાસ યોજનામા મળેલ લાભ સાથે, પોતાની મહેનતની પાઇ પાઇ જાેડીને પોતાના સ્વપ્નનુ ઘર ચણ્યું છે.
આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ આવાસ યોજનાના લાભાર્થીને પ્રમાણપત્ર અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યની મૃદુ અને મક્કમ સરકાર રાજ્યના છેવાડે આવેલ માનવીઓની પણ ચિંતા કરે છે. આવાસ યોજનાથી વંચિત દિવ્યાંગ દંપતીના પોતીકા ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
આવાસ યોજનાના લાભાર્થી શ્રી યોગેશભાઇ ખુરખુટીયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, તેઓ તેમના સંયુક્ત પરિવારથી ઘર વિહોણા બન્યા હતા. જેથી આવાસ માટે સરકારશ્રીને રજુઆત કરી હતી. મકાન સહાયમા તેઓને કુલ રૂ.૧ લાખને ૨૦ હજારની નાણાકિય સહાય મળી હતી. જેથી પોતાની તનતોડ મહેનતની પાઇ પાઇ જાેડી, તેમણે નાનુ પણ સુંદર મઝાનુ તેમની જરૂરિયાત મુજબનુ પાકુ મકાન તૈયાર કરી દીધુ છે.
સંઘર્ષ અને સંકટના સમયે, સરકારની આ સહાય થકી પોતાના માથે છતનુ આવરણ ઊભુ થતા, આ દિવ્યાંગ દંપતીએ ‘જાે તેમને ‘વનબંધુ કલ્યાણ યોજનાનો’ની સહાય ઉપલબ્ધ ન થાત, તો તેઓના ઘરનુ સ્વપ્ન ક્યારેય પૂરુ થયુ ન હોત તેમ જણાવ્યુ હતુ’. આ દિવ્યાંગ (અંધ) દંપતીએ નોંધારાનો આધાર બનેલી રાજ્ય સરકારની આવાસ યોજના થકી તેમને છત પુરી પાડવા બદલ સરકારશ્રી પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કર્યો હતો.